દાહોદ, દાહોદ જીલ્લાના 698 ગામની અંદર સ્પર્શ રક્તપિત જન જાગૃતિ અભિયાન અંતર્ગત કલેક્ટર હર્ષિત ગોસાવી અને જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન અન્વયે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું અને કલેકટર ના પ્રતિજ્ઞા પત્ર દવારા પ્રતિજ્ઞા લેવડાવી. જેમાં 51048લોકોએ ભાગ લીધો અને પ્રતિજ્ઞા લીધી તથા 23650 પત્રિકાઓ નું વિતરણ કરવામાં આવ્યું. આ ગ્રામસભાની અંદર રક્તપિતના દર્દીઓ જાતેજ આગળ આવે સમાજ માંથી રક્તપિતના દર્દીઓ પ્રત્યેનું વલણ સામાન્ય માનવી જેવું મળે અને સમાજમાં કલંક અને ભેદભાવ જીવી શકે તે હેતુ થી ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.