દાહોદ જીલ્લાના 270 પ્રવાસી શિક્ષકોના 8 માસના પગાર મામલે આપ પાર્ટી લીમખેડાએ જીલ્લા કલેકટરને આવેદન આપ્યું

દાહોદ, દાહોદ જીલ્લાના 270 પ્રવાસી શિક્ષકોનો છેલ્લા 08 માસનો પગાર બાકી હોય આ મામલે આમ આદમી પાર્ટી, લીમખેડા દ્વારા દાહોદ જીલ્લા કલેક્ટર પહોંચી ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધતું એક આવેદનપત્ર કલેક્ટર કચેરીએ સુપ્રત કર્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આમ આદમી પાર્ટી, લીમખેડા દ્વારા દાહોદ જીલ્લા કલેક્ટર કચેરીએ ગુજરાતના મુખ્ય મંત્રીને સંબોધતું આપવામાં આવેલ એક આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, દાહોદ જીલ્લાના લગભગ 270 જેટલા પ્રવાસી શિક્ષકોને છેલ્લા 08 પગારથી વંચિત છે. ગત વર્ષમાં એપ્રિલમાં શિક્ષણકાર્ય પુર્ણ થયું હતું. ત્યાર બાદ શિક્ષણ વિભાગે પરિપત્ર જારી કરીને આવનાર 06 મહિના માટે શિક્ષણકાર્ય લંબાવવામાં આવ્યું છે. જુન મહિનાથી શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી હતી. હવે 30 ઓક્ટોબર પ્રવાસી શિક્ષકોનો અંતિમ દિવસ હતો પણ આજદિન દિવસ સુધી આ પ્રવાસી શિક્ષકોને છેલ્લા 08 મહિનાથી પગારથી વંચિત છે. તાત્કાલિક ધોરણે આ 270 પ્રવાસી શિક્ષકોને છેલ્લા 08 માસનો બાકી પગાર ચુકવવામાં આવે નહીતર આવનાર એક અઠવાડિયામાં પ્રવાસી શિક્ષકોના બાકી પગાર ચુકવવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી, લીમખેડા ગાંધી ચિન્ધ્યા માર્ગે જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.