- દાહોદ જિલ્લા 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા કર્મચારીઓની સરાહનીય કામગીરીને બિરદાવવા પ્રોત્સાહન રૂપે ઇ.એમ.ટી દિવસ ઉજવવામાં આવે છે.
ફતેપુરા, દાહોદ જિલ્લા સહિત ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સની દર્દી લોકો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ફરજ બજાવતા કર્મચારીઓ 24 કલાક કામગીરી કરી દર્દી લોકોને જે-તે જગ્યાએ સમયસર સારવાર મળી રહે તેના માટે તૈનાત રહે છે અને તેમના પ્રોત્સાહન અર્થે ઈ.એમ.ટી દિવસ ઉજવવામાં આવે છે.
તેવી જ રીતે તારીખ 2 એપ્રિલ 2024 ના રોજ દાહોદ જિલ્લામાં કાર્યરત અને ચોવીસ બાય સાત અવિરત સેવા આપતી 108 એમ્બ્યુલન્સ સેવાના પેરા મેડીકલ સ્ટાફ કે જેને ઇમરજન્સી મેડિકલ ટેકનીશ્યન તરીકે ઓળખવામાં આવે છે.તેઓનો વાર્ષિક દિવસ 2 જી એપ્રિલ-2024 ના દિવસે દાહોદ જિલ્લા માં ઉજવવામાં આવ્યો હતો. ઇ.એમ.ટી દિવસ સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં ઉજવણી કરવામાં આવતો હોય છે.તેના ભાગરૂપે દાહોદ જિલ્લામાં પણ આ.એમ.ટી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે દાહોદ , ઝાલોદ અને દેવગઢ બારીયા ખાતે ઇ.એમ.ઇ મનોજ વિશ્વકર્મા, યોગેન્દ્રસિંહ ચાવડા અને જીજ્ઞેશ પ્રજાપતિએ ઇ.એમ.ટી. ડેના દિવસે 108ના કર્મચારીઓને વિશેષ પ્રોત્સાહન આપી કેક કાપીને ઇ.એમ.ટી. ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સેવા અવાર-નવાર ક્રિટીકલ ડિલિવરી એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક કરાવે છે અને બીજી અલગ-અલગ ઇમરજન્સી માં જનતાની સેવામાં ખડે પગે રહે છે. ત્યારે આ કામ ને બિરદાવવા ઇ.એમ.ટી. દિવસ દરેક કર્મચારીને ખાસ પ્રોત્સાહિત કરશે.