દાહોદ જીલ્લાના દેવગઢબારિયા નગરની પાનમ નદીમાં ચેકડેમની સફાઈના નામે રેતી ખનનનો કાળો કારોબાર

  • રેતી ખનન માટે ચેક ડેમની સફાઈ હાથ ધરી હોવાની ચર્ચા.
  • આ ચેકડેમ સફાઈમાં રાજકીય માથું હોવાની ચાલતી ચર્ચાઓ.

દાહોદ,દેવગઢબારિયા નગરની અડીને આવેલ પાનમ નદીમાં આવેલ ચેકડેમમાં સફાઈના નામે રેતી ઉલેચવાનું શરૂ થયું હોઈ તેમ આ રેતી ઉલેચવામાં સ્થાનિક મોટા નેતાઓનો હાથ હોવાથી ચાલતી ચર્ચાઓ.

પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા નગરને અડીને પસાર થતી પાનમ નદીમાં રેતી માફિયાઓ મોટી ભાગની રેતી ઉલેચી નાખતા હાલ આ નદીમાં પાણીનું વહેણ પણ બંધ થયું છે. ત્યારે આ નદીના તળ ઊંડે જતા હાલમાં આ પંથકમાં કુવા, બોરના પાણીના તળ નીચે જતાં પાણી માટે મુશ્કેલીઓ વધવા લાગી છે. બીજી તરફ નગરમાં પાલિકાતંત્ર દ્વારા પીવાનું જે પાણી આપવામાં આવે છે, તેને લઈને ચેકડેમ બાંધવામાં આવ્યો હતો. જે ચેકડેમના લીધે પાણીનું રોકાણ થાય અને નગરજનોને પીવાના પાણીની કોઈ અગવડતા ઊભી થવા ન પામે ત્યારે આ ચેકડેમમાં કાદવ, કીચડ થયો હોઈ જેને લઇ હાલમાં સફાઈ અભિયાન ચલાવાઇ રહ્યું છે. ત્યારે આ સફાઈ અભિયાનના નામે સફેદ રેતીનો કાળો કારોબાર ચાલતો હોઈ તેમ જોવાઈ રહ્યું છે. હાલ આ ચેકડેમ સફાઈનું કામમાં સ્થાનિક એક નેતાનો હાથ હોઈ જેને લઈ સફાઈના નામે રેતીનો કાળો કારોબાર ચલાવાઇ રહ્યો હોવાનું સ્થાનિક લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ સફાઈના નામે રેતી ઉલેચવાનો કૌભાંડ ઉપર તંત્ર છાપો મારશે કે કેમ ?

બોક્સ :

દેવગઢ બારીયા પાનમ નદીના પટમાં બનાવેલ ચેક ડેમમાં હાલ સફાઈ હાથ ધરવામાં આવી છે. જે કામગીરી રાત્રે જ હાથ ધરવામાં આવે છે. ત્યારે આ રાતની કામગીરી પાછળનું કારણ પણ અંક બંધ હોય તેમ.

દેવગઢ બારીયા તાલુકામાં પાનમ નદી તેમજ ઉજવળ નદીના પટમાં મોટા પાસે સફેદ રેતી નો કાળો કારોબાર ચાલી રહ્યો છે. જેમાં પણ ક્યાંક સ્થાનિક નેતાઓ હાથ હોવાનું કહેવાય રહ્યું છે. ત્યારે સુવા નેતાઓ નો મેળાપણા નહીં લઈ તંત્ર આંખ આડા કાન કરતું હશે !