- પોલીસ દ્વારા આસરે 39000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
- ગાંધીના ગુજરાતમાં મહિલાઓ રોજગારીના અભાવે અવનવા તરકીબો અપનાવી દારૂ વેચી રહી છે.
દાહોદ,તારીખ 09-04-2023 શનિવારના રોજ ગુજરાત સરકાર દ્વારા લેવાનાર જુ.ક્લાર્કની પરીક્ષા સંદર્ભે લીમડી બસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા બંદોબસ્ત મુકવામાં આવેલ હતું. ત્યારે લીમડી બસ સ્ટેશન વિસ્તાર માંથી ચાર મહિલાઓને શકમંદ હાલતમાં પસાર થતા ત્યાં ફરજ બજાવનાર મહિલા પોલીસ દ્વારા તેમને રોકી તેમની તપાસ કરતા તેમના કમરના ભાગે વિદેશી દારૂનો જથ્થો સેલો ટેપથી ચોંટાડી સંતાડેલ જોવા મળ્યું હતું.
મહિલા પોલીસ દ્વારા ચારે શકમંદ મહિલાઓને પોલીસ સ્ટેશનમાં લઈ જતા ચારે મહિલાઓ પાસેથી કમરના ભાગે સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો આસરે 366 નંગ જેની કિંમત આશરે 39000 રૂપિયા જેટલી થાય છે. પોલીસ દ્વારા મહિલાઓ પાસે તપાસ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો મધ્યપ્રદેશ થી લાવેલ હતી અને અમદાવાદ લઈ જતી હતી તેમ ચારે બુટલેગર મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. લીમડી પોલીસ દ્વારા ચારે મહિલાઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.