દાહોદ જીલ્લા માંથી સ્થળાંતર થયેલ મતદારોને મતદાન કરવા પ્રા.શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટ કાર્ડ લખાયા

દાહોદ,

દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર હર્ષિત ગોસાવીના માર્ગદર્શન અને જિલ્લા સ્વીપ નોડલ અધિકારી મયુર પારેખની સૂચના અનુસાર દાહોદ જિલ્લા માંથી સ્થળાંતર થયેલા મતદારોને 5 મી ડિસેમ્બરના રોજ મતદાન કરવા જાગૃતિ અર્થે પ્રાથમિક શાળાઓના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા તેમના જે તે કામના સરનામે મતદાન કરવા માટે આવે તે માટે પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા. ગામમાં જ રહેતા વાલી મતદારો અવશ્ય મતદાન કરે તે માટે તેમના મોબાઈલ નંબર પર મેસેજ કરવામાં આવ્યા. આમ, વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.