દાહોદ,દિવાળી તો અટે કટે પણ હોળી તો ઘરે જ ની કહેવત પ્રમાણે દાહોદ જીલ્લાના આદિવાસી ભાઈઓ-બહેનો જે મજુરી કામ અર્થે પરપ્રાંતમાં ગયા હતા. જેઓ હવે દાહોદ જીલ્લામાં હોળીનો તહેવાર મનાવવા પરત ફરી રહ્યા છે. શહેરના બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન ખાતેની બસો તેમજ ટ્રેનોમાં આ સમાજના લોકોની ભારે ભીડ જાવા મળી હતી. પોતાની સાથે ઘરવખરીનો સામાન સહિત ખાણીપીણીની ચીજા સાથે જાવા મળ્યા હતા. આદિવાસી સમાજમાં હોળીનું અનેરૂ જ મહત્વ હોય છે. પરિવાર, સમાજ સાથે હળીમળીને આ તહેવાર ભારે રંગેચંગે ઉજવતા હોય છે.
દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે અને તેમાંય જીલ્લામાં આદિવાસી સમાજનું પ્રભુત્વ કંઈક અલગ જ છે. સામાન્ય રીતે દિવાળી જેવા તહેવારોમાં પણ આ સમાજ દિવાળીની ધામધુમ પુર્વક ઉજવણી તો કરે જ છે, પરંતુ આદિવાસી સમાજમાં સૌથી મોટો તહેવાર ગણતો હોય તો તે હોળીનો તહેવાર છે. દાહોદ જીલ્લામાં અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકો ખેતી પર નિર્ભર રહેતા હોય છે. ખેતીમાં પણ પોતાનુ પેટીનુ ન રણાતા આખરે આવા પરિવારો પરપ્રાંતમાં મજુરી કામ અર્થે નીકળી જતા હોય છે. આમેય દાહોદ જીલ્લામાં રોજગારીના અભાવે પણ આવા પરિવારોનો મોભીયો,વડીલો પરિવારજનો સાથે દાહોદ જીલ્લા બહાર રોજગારીની શોધમાં જતા રહે છે અને જ્યારે હોળી જેવા પોતાનો તહેવાર આવતા અને વતનની યાદ આવતા પરિવારજનો સાથે હોળીની ઉજવણી કરવા દાહોદ તરફ દોડી આવતા હોય છે. હોળીના તહેવારમાં આદિવાસી સમાજ દ્વારા પોતાના પરિવાર,સમાજ સાથે હળીમળીને હોળીની ધામધુમ પુર્વક ઉજવણી કરે છે. ઘણા પરિવારોમાં તો પરિવારનો મોભી પોતાના સંતાનો તેમજ પત્નિને વતન મુકી મજુરી માટે દાહોદ બહાર જતો રહે છે અને તહેવાર સમયે પરિવારની યાદ આવતા વતન તરફ ખેંચાય છે. હાલ દાહોદ શહેર સહિત જીલ્લામાં આદિવાસી સમાજનો ઘસારો ખુબ જ જાવા મળી છે. શહેરના બસ સ્ટેશનો તેમજ રેલ્વે સ્ટેશન ખાતે ભારે ભીડ ઉમટી પડે છે. આમાય ખાનગી વાહન ચાલકોને તો જાણે ઘી-કેળા સમાજ દિવસો જઈ રહ્યા છે. એક ગામથી બીજે ગામ જવા માટે એક ફોર વ્હીલર વાહનમાં ખીચોખીચ પેસેન્જરો ભરી પસાર થતાં હોય છે. પોતાની સાથે ખાણી,પીણીનો સર સામાન સાથે આદિવાસી સમાજના લોકો હાલ માદરે વતન પહોંચી રહ્યા છે. ત્યારે હાલ દાહોદ શહેર સહિત જીલ્લાના બજારોમાં ઘરાકી ધીમે ધીમે વધવા માંડી છે. બજારોમાં કપડા, ચંપલ, કરિયાણા વિગેરે જેવી દુકાનોમાં ઘરાકી થવા લાગી છે. ત્યારે આવા વેપારીઓ દ્વારા સીઝનો ફુલ માલનો સ્ટોક પણ ભરી દેવામાં આવ્યો છે. આમેય દાહોદ જીલ્લાના બજારો પણ આદિવાસી સમાજના લોકોના કારણે નિર્ભર રહેતુ હોય છે અને તેમાંય હોળી જેવા તહેવારો અને હોળી બાદ લગ્નગાળાના સમય હોવાથી બજારોમાં ભીડ જાવા મળશે અને જેને કારણે બજારોમાં તેજી આવશે.
દિવાળી તો અટે કટે પણ હોળી તો ઘરે જ એ ન્યાયે હોળીના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જીલ્લા માંથી પોતાનુ ઘર, જમીન, ખેતીવાડી છોડી જીલ્લાની બહાર મજુરી કામે ગયેલા આદિવાસી ભાઈ-બહેનો હોળીનો તહેવાર મનાવવા પરત પોતાના વતન માદરે આવતા દાહોદ શહેરના રેલ્વે સ્ટેશન તેમજ બસ સ્ટેશનમાં ભારે ભીડ જાવા મળી હતી. રેલ્વે સ્ટેશન તેમજ બસ સ્ટેશન પરથી વાહનો મારફતે પોતાના ઘરે જતા અને સાથે ખાણીપીણીનો સામાન, કપડા લત્તા વિગેરે લઈ પરત પોતાના ઘરે આવી રહ્યા છે. માનવામાં આવે છે કે, હોળીનો તહેવાર આદિવાસી સમાજનો મોટામાં મોટા તહેવાર હોય ધામધુમથી મનાવવામાં આવે છે