દાહોદ,
દાહોદ જિલ્લા માંથી અલગ અલગ સ્થળોએ થી ક્રૂઝર ફોર વ્હીલર ગાડીઓની ચોરી કરતી મધ્યપ્રદેશની ગેંગને દાહોદ તાલુકા પોલીસે ગેંગના ત્રણ સાગરીતોને ચોરીની કુલ ત્રણ ક્રૂઝર ફોર વિલર ગાડી સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહે છે. ત્યારે આ ગેંગના અન્ય સાગરીતોની પણ પોલીસે ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
દાહોદ જિલ્લામાંથી છેલ્લા કેટલાક સમયથી ક્રૂઝર ફોરવીલર ગાડીઓની ચોરીની ઘટનાઓ સામે આવી હતી. જે અનુસંધાને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી હતી ત્યારે દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના માટવા ગામે જંગલ વિસ્તારમાં સંતાડી રાખેલ ચોરીની ક્રુઝર ફોરવીલ ગાડીની બાતમી મળતા દાહોદ તાલુકા પોલીસે માતવા ગામના જંગલ તરફ ગયા હતા. ત્યાંથી પોલીસે રાકેશભાઈ અમરીયાભાઈ બામણીયા, આલમસિંગ વેસ્તાભાઈ બામણીયા અને મુકેશભાઈ વેસ્તાભાઈ બામણીયા (ત્રણે રહે. કરચટ, ચોકીદાર ફળિયુ, તા. કુકસી, જિ. ધાર મધ્ય પ્રદેશ) નાને ઝડપી પાડી તેઓની પાસેથી ચોરીની ત્રણ ક્રૂઝર ફોલ્ડર ગાડી કબજે કરી હતી આ ત્રણે ક્રુઝર ફોરવીલ ગાડી ઝડપાયેલ ઉપરોક્ત ત્રણ ઈસમોની પૂછપરછ કરતા આ ક્રુઝર ફોરવીલ ગાડી દાહોદ, ઝાલોદ તાલુકાના લીમડી તેમજ લીમખેડા તાલુકામાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ સંબંધે દાહોદ લીમડી અને લીમખેડા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવા પામી હતી. જાણવા મળ્યા અનુસાર, આ ગેંગમાં કુલ છ સભ્યો હોય અને જેવો મધ્યપ્રદેશથી દાહોદમાં અલગ અલગ જગ્યાએ આવી ઘર આંગણે મૂકી રાખેલ ક્રુઝર ફોરવીલર ગાડીઓના લોક તોડી ચોરી કરી લઈ જઈ ગાડીઓના સ્પેરપાર્ટ એકબીજી ગાડીઓમાં ફિટ કરી ગાડીનો નવો લુક આપી બીજી ખોટી નંબર પ્લેટ લગાવી વેચાણ કરવાનો એમો ધરાવે છે. પોલીસે આ ગેંગના ફરાર વધુ ત્રણ ઇસમો જેમાં હિરેસીગ ઉર્ફે હિરૂમાગતીયાભાઈ મોરી, મડિયાભાઈ જહરસિંહ બામણીયા અને ભમરસિંહ મોતીસિંહ અમલીયાર (ત્રણે રહે.મધ્ય પ્રદેશ) નાઓને પણ પોલીસે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.