દાહોદ,
દાહોદ જિલ્લામાં ખેતી પર નિર્ભર તેમજ ગ્રામ્ય વિસ્તાર પર નભતું નગર છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેનાર વર્ગ પાસે ખેતી પછી આવકનું કોઈ નવો માર્ગ ન હોવાથી બહારગામ મજૂરી કરવા જાય છે. અહીંયા વસનાર લોકો દ્વારા કેટલાય સમયથી રોજગારી માટે જી.આઇ.ડી.સી ની માંગણી વારંવાર કરવામાં આવેલ છે છતાય અહીંયાં કોઈ ઉદ્યોગ સ્થાપવામાં આવતો નથી તેથી અહીં વસનાર મજૂર વર્ગ પોતાના પરિવારના ભરણ પોષણ કરવા વારેઘડી બહારગામ મજૂરી કરવા જતા હોય છે.
હાલ નગરમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામતો જોવા મળી રહેલ છે. છતાંય કામ અર્થે રોજગારી મેળવવા મજૂર વર્ગ બહારગામ જતો જોવા મળી રહ્યો છે. તેનો સીધો અસર આવનાર વિધાનસભાની ચૂંટણીના મતદાન પર પડે તેની સંભાવનાઓ જોવા મળી રહેલ છે. મજૂર વર્ગ જો મતદાન કરવા નહીં આવેતો મતદાનની ટકાવારી ખૂબ ઓછી જોવાય તેવું વર્તાઈ રહ્યું છે. જેથી ચૂંટણીમાં ઉભા રહેલ ઉમેદવારો આ વિશે ચિંતામાં જોવા મળી રહેલ છે અને ચૂંટણીમાં મતદાન કરવા ફરી મતદારો પાછા આવે તેની ગોઠવણમાં જે તે વિસ્તારના ઉમેદવારો મંથન કરી રહેલ જોવા મળી રહેલ છે. હાલ ગ્રામીણ વિસ્તારમાં વસનાર લોકો મતદાન કરતા પોતાના પરિવારના ભરણ પોષણ વિશે વધુ વિચારે છે. તેથી મતદાન ઓછું થાય તેવા ચિત્રો જોવાઈ રહેલ છે.
હવે ચૂંટણીમાં ઉભા રહેલ ઉમેદવારો વધુ મતદાન કરાવવા માટેની તૈયારીઓમાં લાગી ગયેલ છે. તેવું જોવા મળી રહેલ છે.