દાહોદ જીલ્લા માંથી ગુમ થયેલ ચોરીના 41 મોબાઈલ ફોન પોલીસે મૂળ માલિકને પરત આપ્યા

દાહોદ, દાહોદ જીલ્લા માંથી ગુમ, ચોરી થયેલ કુલ 41 મોબાઈલ ફોન કિંમત રૂા.3,76,990ના મોબાઈલ ફોન તેરા તુજ કો અર્પણ હેઠળ દાહોદની સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપ, દાહોદ પોલીસ દ્વારા મોબાઈલ ફોનના મુળ માલિકોને પરત કર્યાનું જાણવા મળે છે.

દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદની સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપ, દાહોદની ટીમે ટેકનિકલ સોર્સથી દાહોદ જીલ્લામાં ગુમ, ચોરી થયેલ મોબાઈલ ફોનને શોધી કાઢવા ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી વધુમાં વધુ ગુમ, ચોરી થયેલ મોબાઈલ ફોન શોઢી કાઢવા તમામ મોબાઈલ ફોનના આઈએમઆઈઆઈ નંબરોને ટેકનીકલ સર્વલન્સમાં મુકવામાં આવ્યાં હતા. જેમાં 41 જેટલા મોબાઈલ નિયમિત રતે એક્ટીવ થતાં મોબાઈલ ફોન અલગ અલગ સમયે રીકવર કરવામાં આવ્યાં હતાં. જે મોબાઈલ ફોન જે તે પોલીસ સ્ટેશનેથી મોબાઈલ ફોનના મુળ માલિકોને તેરા તુજ કો અર્પણ હેઠળ આપવામાં આવ્યાં હતાં. આ ગુમ, ચોરી થયેલ મોબાઈલ ફોન દાહોદ શહેર, દેવગઢ બારીઆ, લીમડી, ઝાલોદ, લીમખેડા, કતવારા, ગરબાડા અને ફતેપુરા માંથી ચોરી, ગુમ થયાં હતાં. જેમાં 41 મોબાઈલ ફોનની કુલ કિંમત રૂા.3,76,990ના મોબાઈલ ફોન તેમના મુળ માલિકોને પરત કરવામાં આવ્યાં હતાં.