દાહોદ જિલ્લામાંથી બે જુદી જુદી જગ્યાએથી બે સગીરાઓને લગ્નની લાલચે બે યુવકો અપહરણ કરી લઈ નાસી જતાં જે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી

દાહોદ

ગત તા.19મી નવેમ્બરના રોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના હાથીયાવણ ગામે રહેતો શૈલેષભાઈ રામાભાઈ કટારાએ ગરબાડા તાલુકામાં રહેતી એક 16 વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના વાલીવારસ દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સગીરાના અપહરણનો બીજો બનાવ દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં બનવા પામ્યો હતો. જેમાં ગત તા.08મી નવેમ્બરના રોજ સંજેલી નગરમાં હરીજનવાસમાં રહેતો રોહીતભાઈ મુકેશભાઈ હરીજને સંજેલી તાલુકામાં રહેતી એક 17 વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.