દાહોદ જીલ્લામાં ઝાલોદ તાલુકામાં આવેલો માછણનાળા ડેમ 100% ભરાયો જેને પગલે હાઈ એલર્ટ

દાહોદ જીલ્લામાં ઝાલોદ તાલુકામાં આવેલો માછણનાળા ડેમ 100% ભરાયો જેને પગલે તંત્ર દ્વારા હાઈ એલર્ટ કરવામાં આવ્યહોવાનું જાણવા મળે છે.

વરસાદની આગાહીના પગલે તાજેતરમાં અવિરત પડી રહેલા વરસાદના કારણે દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના માછણનાળા ડેમમાં 100% ટકા પાણીની આવક થતાં અગમચેતીના ભાગરૂપે સાત ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. મોડી રાત્રે તા.10/08/2024ના રોજ 100% પાણી ભરાયા છે. ડેમ પાણીથી હાલ છલોછલ ભરેલો છે ઉપરાંત હજી પણ પાણીની આવક વધવાની શકયતાએ હાલની સપાટી હાઈ એલર્ટ સ્ટેજના લેવલે થયેલ છે. માછણનાળા ડેમ તથા કાંઠા વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ એ અવરજવર કરવી નહીં કરવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. સાત ગામોને સાવચેતીના પગલા માટે એલર્ટ પણ કરવામાં આવ્યા છે.