દાહોદ જીલ્લામાં ઝાલોદ અને દે.બારીયા તાલુકા માંથી ચાર સ્થળેથી 5.16 લાખનો વિદેશી દારૂ સાથે મહિલા સહિત ત્રણની અટકાયત કરાઈ

દાહોદ, દાહોદ જીલ્લાના ઝાલોદ અને દેવગઢ બારીઆ તાલુકામાંથી કુલ ચાર સ્થળોએથી પોલીસ કુલ રૂા. 5,16,452ના વિદેશી દારૂના જથ્થા સાથે બે વાહનો સાથે મહિલા સહિત ત્રણ ઈસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

પ્રોહીનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના રેબારી ગામે બનવા પામ્યો હતો. જેમાં ગતરોજ તાલુકાના પીપલોદ પોલીસ મથકના સબ ઈન્સ્પેક્ટર જી.બી. પરમારને મળેલ બાતમીના આધારે તેઓ અને તેઓની ટીમ દ્વારા રેબારી ગામે વચલા ફળિયામાં રહેતા કોકીલાબેન રંગીતભાઈ ભયજીભાઈ બારીયાના ખેતરમાં એક કાચા પતરાવાળા છાપરામાં રેબારી ગામના ચોકી ફળિયામાં રહેતો દિનેશભાઈ ઉર્ભે ભંગારી ભયલાભાઈ પટેલ વિદેશી દારૂનો જથ્થો મૂકી ગયો હોવાની પીપલોદ પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે પી.એસ.આઈ જી.બી.પરમાર પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ કોકીલાબેન રંગીતભાઈ બારીયાના ખેતરમાં બનાવેલ એક કાચા પતરાવાળા છાપરામાંથી રૂા. 1,93,626ની કુલ કિંમતના ભારતીય બનાવટના પ્લાટીકના કવાર્ટર તથા બીયરટીન મળી કુલ બોટલ નંગ-1803 ભરેલ પેટીઓ નંગ-40 પકડી પાડી કબજે લીધી હતી. આ સંબંધે પીપલોદ પોલીસે રેબારી ગામના વચલા ફળિયામાં રહેતા કોકીલાબેન રંગીતભાઈ બારીયા તથા સદર વિદેશી દારૂનો જથ્થો મૂકી જનાર રેબારી ગામના ચોકી ફળિયાના દિનેશભાઈ ઉર્ફે ભંગારી ભયલાભાઈ પટેલ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહીનો બીજો બનાવ દેવગઢ બારીઆ તાલુકાના સાગારામા ગામે બનવા પામ્યો હતો. જેમાં ગતરોજ દેવગઢ બારીઆ પોલીસને મળેલ પ્રોહી અંગેની બાતમીના આધારે દેવગઢ બારીઆ પોલીસની ટીંમે ગતરોજ સવારના સાડા નવ વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ સ્થળે સાગારામા ગામે ઓચિંતી પ્રોહી રેડ પાડી સ્થળ પર ઉભેલ સ્વીફટ ગાડી પકડી પાડી ગાડીમાંથી તેમજ ટીનાભાઈ પારસીંગભાઈ કાળીના મકાનમાંથી મળી રૂા.1,30,080ની કુલ કિંમતના ગોવા વ્હીસ્કી તથા માઉન્ટસ બીયરની બોટલ નંગ-1152 ભરેલ પેટી નંગ-31 પકડી પાડી પંચમહાલના હાલોલ તાલુકાના જુનીભાર ગામના અજયભાઈ જનીયાભાઈ રાઠવાની અટક કરી તેના પાસેથી રૂપિયા 20,000ની કુલ કિંમતના ત્રણ ફોન પકડી પાડી રૂપિયા ત્રક્ષણ લાખની સ્વીફટ ગાડી મળી રૂપિયા 4,50,080 નો મુદ્દામાલ કબજે લીધો હતો.

જ્યારે દેવગઢ બારીઆ પોલીસની ટીમે ગઈકાલે સવારે પોણા અગ્યાર વાગ્યાના સુમારે સાગારામા ગામે બાતમીમાં દર્શાવેલ આરતભાઈ શંકરભાઈ પટેલના મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી રૂા.60,096 ની કુલ કિંમતના વિદેશી દારૂ તથા બીયરની પ્લાસ્ટીકના તથા કાચની બોટલ નંગ-504 ઝડપી પાડી કબજે લીધી હતી. રેડ દરમ્યાન આરતસિંહ શંકરભાઈ પટેલ પોતાના ઘરે હાજર ન હોવાથી પોલીસ તેને પકડી શખી ન હતી. આમ દેવગઢ બારીઆ પોલીસે ગઈકાલે સાગારામા ગામે લાલજી પટેલ ફળિયામાં જુદી જુદી જગ્યાએ સપાટો બોલાવી 3.23,706 ની કિંમતનો દારૂ-બીયર, ત્રણ લાખની કિંમતની સ્વીફટ ગાડી તથા રૂપિયા 20,000ના ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 6,43,706નો મુદ્દામાલ કબજે લઈ એકની અટક કરી છે.

પ્રોહીનો ચોથો બનાવ ઝાલોદ તાલુકાના દેવજીની સરસવાણી ગામે બનવા પામ્યો હતો. જેમાં ગતરોજ દેવજીની સરસવાણી ચાર રસ્તા પરથી ગુજરાત પાસીંગની ય્ત્ન-27-ડ્ઢમ્-8982 નંબરની સફેદ કલરની વેગન આર ગાડી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી. આ ગાડી ઝડપી પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન લાવી તપાસ કરવામાં આવી હતી. આ ગાડીની અંદરની બાજુ બનાવટ જોતા એવું લાગતું હતું કે ગાડી સ્પેશિયલ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવા માટે બનાવેલ હોય. આ ગાડીની અંદરના ભાગે દારૂની બોટલો સંતાડવા માટે અલગ અલગ ચોર જગ્યા બનાવેલ હતી. પોલીસ દ્વારા ગાડી ખોલી અંદરની બાજુની તમામ ચોર જગ્યાની તપાસ કરી વિદેશી દારૂનો જથ્થો કાઢવામાં આવ્યો હતો. આ ગાડીની અંદરની ભાગની તપાસ કરતા ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ જેની કિમત આસરે 1,32,650 રૂપિયા અને દારૂની હેરાફેરીમાં વપરાયેલ ગાડીની કીમત 2,50,000 રૂપિયા અને એક મોબાઇલ જેની કિમત 500 થઈ ટોટલ 3,83,150 રૂપિયાનો મુદ્દામાલ એક આરોપી પ્રહલાદરામ ચૌધરી (રાજસ્થાન) ની ધરપકડ કરવામાં આવી હતી અને દારૂ ભરવામાં મદદગાર આરોપીની તપાસ આદરી હતી. આમ ઝાલોદ પી.એસ.આઇ જી.બી.રાઠવા દ્વારા બંને આરોપી વિરૂદ્ધ કાયદેસરની આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. ઝાલોદ પોલીસને દારૂની હેરાફેરી કરનારને ઝડપી પાડી સફળતા મેળવી હતી.