રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર હસ્તકની જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દાહોદ દ્વારાપ્રતિ વર્ષ યોજાતી યુવા ઉત્સવની સ્પર્ધાઓ ચાલુ વર્ષે પણ યોજવામાં આવનાર છે.
આ સ્પર્ધામાં 15 વર્ષ પુરા કરેલા અને 29 વર્ષ સુધીના વિધ્યાર્થી કોઇપણ યુવક યુવતિઓ યુવા ઉત્સવમાં ભાગ લઇ શક્શે. આ સ્પર્ધાઓ 15 સ્પર્ધાઓ તાલુકા કક્ષાએ અને 18 સ્પર્ધાઓ જીલ્લા કક્ષાએ યોજાશે.
આ વયજુથ મુજબ સ્પર્ધકે ભાગ લેવાનો રહેશે.
(અ) અ વિભાગ : 15 વર્ષથી ઉપરના અને 20 વર્ષ સુધીના
(બ) બ વિભાગ : 20 વર્ષથી ઉપરના અને 29 વર્ષ સુધીના
(ક) ખુલ્લો વિભાગ : 15 વર્ષથી ઉપરના અને 29 વર્ષ સુધીના
તાલુકા કક્ષાએ યોજાનાર સ્પર્ધાઓ આ મુજબ રહેશે.
(અ) સાહિત્ય વિભાગ : (1) વક્તૃત્વ (2) નિબંધ (3) પાદપુર્તિ (4) ગઝલ શાયરી લેખન (5) કાવ્ય લેખન (6) દોહા છંદ ચોપાઇ (7) લોકવાર્તા
(બ) કલા વિભાગ : (1) ચિત્રકલા (2) સર્જનાત્મક કારીગીરી
(ક) સાંસ્કૃતિક વિભાગ : (1) લગ્નગીત (2) હળવુ કંઠય સંગીત (3) લોક્વાધ સંગીત (4) ભજન (5) સમુહગીત (6) એકપાત્રીય અભિનય જીલ્લા કક્ષાએ યોજાનાર સ્પર્ધાઓ આ મુજબ રહેશે.
(1) લોક્નૃત્ય (2) લોકગીત (3) એકાંકી(હિંદી/અંગ્રેજી) (4) શાસ્ત્રીય કંઠય સંગીત (હિંદુસ્તાની) (5) કર્ણાટકી સંગીત (6) સીતાર (7) ફ્લુટ (વાંસળી) (8) તબલા (9) વીણા (10) મ્રુદંગમ (11) હાર્મોનીયમ-હળવુ (12) ગીટાર (13) શાસ્ત્રીય નૃત્ય ભરતનાટયમ (14) શાસ્ત્રીય નૃત્ય મણીપુરી (15) શાસ્ત્રીય નૃત્ય ઓડીસી (16) શાસ્ત્રીય નૃત્ય કથ્થક (17) શાસ્ત્રીય નૃત્ય કુચીપુડી (18) શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા (હિંદી/અંગ્રેજી) તથા લાઈફ સ્કીલ વિભાગમાં સ્ટોરી રાઈટીંગ, પોસ્ટર મેકિંગ, ડીક્લેમેશન અને ફોટોગ્રાફીની સ્પર્ધાઓ તથા યુવાક્રીતી વિભાગમાં હેન્ડીક્રાફ્ટ, ટેક્ષટાઈલ્સ અને એગ્રો પ્રોડક્ટ્સના પ્રદર્શન યોજવાના જેવી સ્પર્ધા પણ ઓફલાઈન હાથ ધરવાની રહેશે.
સ્પર્ધાના પ્રવેશપત્રો તાલુકા ક્ધવીનર પાસેથી મેળવીને તા:-05/08/2024 સુધીમા પ્રવેશપત્રો ભરીને જેતે તાલુકા કંન્વીનરને જમા કરવવાના રહેશે. તાલુકા કંન્વીનર દેવગઢ બારીયા તાલુકા માટે એસ.આર.હાઇસ્કુલ દે.બારીયા, લીમખેડા તાલુકા માટે સાર્વજનીક હાઇસ્કુલ,ઢઢેલા,સિંગવડ તાલુકા માટે જી.એલ.સેઠ હાઇસ્કુલ,સીંગવડ, ઝાલોદ તાલુકા માટે ગ્રામ સેવા વિધ્યાલય,કારઠ,સંજેલી તાલુકા માટે ડો. શીલ્પન જોષી મેમોરીયલ હાઇસ્કુલ,સંજેલી,ધાનપુર તાલુકા માટે માધ્યમીક શાળા કંજેટા,ગરબાડા તાલુકા માટે પાંડુરંગ વણીકર ઉ.બુ.શાળા અભલોડ, દાહોદ તાલુકા માટે ગુરૂકુલ વિધ્યાલય, છાપરી, ફતેપુરા તાલુકા માટે આઇ.કે.દેસાઇ હાઇસ્કુલ,ફતેપુરા ખાતે પ્રવેશપત્ર જમા કરાવવાના રહેશે.
એક સ્પર્ધકે વધુમાં વધુ ચાર સ્પર્ધાઓમા ભાગ લઇ શકશે. કોઇપણ એક જ તાલુકામાથી ભાગ લેવાનો રહેશે. જે સ્પર્ધકો દ્વારા ફોર્મ ભરેલા હશે, તેમને જ આ સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે જેની નોંધ લેવા વિનતી. વધુ માહીતી માટે જે તે તાલુકાના ક્ધવીનર અથવા જીગ્નેશ ડાભી (પ્રાંત યુવા વિકાસ અધિકારી મો.9428131859) ઉપર સંપર્ક કરવા જણાવાયુંછે.