દાહોદ જીલ્લામાં વન વિભાગ તેમજ NGOના સંયુક્ત ઉપક્રમે વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી હાથ ધરાઈ

  • ચાર દિવસ ચાલનારી વસ્તી ગણતરી દરમિયાન એનજીઓ તેમજ વન વિભાગના 500 થી વધારે જવાનો 13 રેન્જ તેમજ 185 પોઇન્ટ પર વસ્તી ગણતરી હાથ ધરશે.

દાહોદ,સમગ્ર ગુજરાતમાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જીલ્લામાં પણ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં નાયબ સંરક્ષક દેવગઢ બારીયાના માર્ગદર્શનમાં વન વિભાગના કર્મચારીઓ, તેમજ એનજીઓ સાથે દાહોદ જીલ્લાની 13 રેન્જમાં વની પ્રાણીઓની વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં તમામ ફૂટ પ્રિન્ટ તથા તેમનો અવાજ તથા સ્થાનિક ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી અગામી ત્રણ દિવસ સુધી આ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ અધિકારીક રીતે વન્ય પ્રાણીઓની વસ્તીના આંકડા સાર્વજનિક કરવામાં આવશે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં વની પ્રાણીઓની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આગામી પાંચ છ સાત ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના દરેક જીલ્લામાં નાયબ વન સંરક્ષકના માર્ગદર્શનમાં વન વિભાગના અધિકારીઓ તેમજ એનજીઓ દ્વારા વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે દાહોદ જીલ્લામાં નાયબ વન સંરક્ષક IFS પ્રશાંત તોમરના માર્ગદર્શનમાં અગામી તારીખ 5,6, તેમજ 7 તારીખ દરમિયાન દાહોદની 13 રેન્જમાં 185 પોઇન્ટ ઉપર NGOના સહયોગથી કસરત 500 જેટલા વન વિભાગના સ્ટાફ સાથે વન્ય જીવોની ગણતરી કરશે. જેમાં વન્યજીવોનું પ્રત્યક્ષ સાઇડીંગ, પ્રત્યક્ષ પુરાવા જેવા કે પગના નિશાનો પગાર અવાજ અને સ્થાનિકો સાથે વન્ય જીવની ઉપસ્થિતિ અંગે ચર્ચા કર્યા બાદ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં પ્રથમ બે દિવસે પ્રાથમિક અવલોકન થશે અને ત્યારબાદ આખરી અવલોકનના આધારે વસ્તી ગણતરી કરવામાં આવશે. આમ, સાયન્ટિફિક મેથડથી સમગ્ર વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ દાહોદ જીલ્લાના વન્ય જીવોની વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવામાં આવશે.