દાહોદ જીલ્લામાં વાહન ચાલકોની ગફલત ના કારણે માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા

દાહોદ, માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ તે દેવગઢ બારીઆ તાલુકાના બામરોલી ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તારીખ 19 મી ફેબ્રુઆરીના રોજ એક ફોરવીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોરવીલર ગાડી પૂર ઝડપે તેમજ ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટર સાયકલ લઈને પસાર થઈ રહેલ બાબુભાઈ પર્વતભાઈ બારીઆ (રહે. આંકલી, મોટા ફળિયા, તા.દેવગઢ બારીઆ, જી.દાહોદ) નાની મોટરસાયકલને અડફેટમાં લેતા બાબુભાઈ મોટરસાયકલ પરથી ફંગોળાઈ જમીન પર ભટકાયા હતા જેને પગલે તેઓને હાથે, પગે તેમજ શરીર પહોંચતા તેઓનું મોત નીપજ હતું. આ સંબંધે દિનેશભાઈ વજાભાઈ બારીઆએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજો બનાવ લીમખેડા તાલુકાના ડાભડા ગામે બનવા પામ્યો હતો તેમાં ગત તારીખ 18 મી ફેબ્રુઆરીના રોજ પંચમહાલ જીલ્લાના મોરવા (હ) તાલુકામાં મોજરી ગામે રહેતા પ્રતાપભાઈ જેસીંગભાઇ બારીયા (પટેલ) પોતાના કબજાની મોટરસાયકલ લઇ દાબડા ગામે હાઇસ્કુલની સામેથી પૂર ઝડપે તેમજ ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક મોટર સાયકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સ્લીપ ખાઈ ગઈ હતી. જેને પગલે પ્રતાપભાઈ મોટરસાયકલ પરથી ફંગોળાઈ જમીન પર ફટકાયા હતા. જેને પગલે તેઓને હાથે પગે તેમજ શરીર એ ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પ્રતાપભાઈ નું મોત નીપજ્યું હતું. આ સંબંધે રયજીભાઈ મોતીભાઈ માલવિયા માલવિયા એ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.