દાહોદ જીલ્લામાં નકલી કચેરી, નકલી એનએ પ્રકરણ બાદ નકલી કારકુન સામે આવ્યો છે જેમાં ફતેપુરાના બલિયા ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં નકલી એચલે કે બિન અધિકૃત રીતે કલાર્ક કરજ બજાવતો હોવાની માહિતી મળતાં કોઈ જાગૃત નાગરિક દ્વારા આ મામલે બલેવા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જઈ સમગ્ર મામલાનો વિડિયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી દેતાં આ વિડીયો સોશીયલ મીડીયામાં વાઈરલ થતાં ચકચાર મચી જવા પામી છે ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવે તો અનેક સઘળી હકીકતો બનાવ આવે તેવી ચર્ચાઓએ પણ ભારે જોર પકડયું છે.
દાહોદ જીલ્લામાં એક પછી એક મસમોટા કીંબાંડો બહાર આવી રહ્યાં છે. દાહોદ જીલ્લો જાણે લોભીયા અધિકારીઓ તેમજ તેમના મળતીવાઓને ભ્રષ્ટાચાર, કૌંભાંડ કરવા માટે માટે ખુલ્લુ મેદાન મળી ગયુ હોય તેમ લાગી રહ્યું છે. નકલી કચેરીથી લઈ નકલી એનએ પ્રકરણમાં પોલીસ દ્વારા કેટલાંક આરોપીઓને જેલ ભેગા પણ કરી દેવામાં આવ્યાં છે. ત્યારે આ તમામની વચ્ચે વધુ એક આવોજ કિસ્સો સામે આવતાં પુન: એકવાર જીલ્લામાં સ્તબ્ધતા છવાઈ જવા પામી છે.
જેમાં એક જાગૃત નાગરિક દ્વારા કતેપુરાના બલૈયા ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરતાં જેમાં જાણવા મળ્યા અનુસાર, આ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં કલાર્ક દ્વારા કોઈક અન્ય વ્યક્તિ જે બિન અધિકૃતને પોતાની ફરજ બજાવવા માટે અન્ય વ્યક્તિને મોકલવામાં આવતો હતો. આ બિન અધિકૃત કલાર્ક છેલ્લા ઘણા સમયથી આ સામુહોક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતો હતો અને બીલો પણ બનાવી પાસ કરી તેના પર સહિ, સિક્કા પણ કરતો હોવાનું સામે આવ્યું છે.
આ વ્યક્તિ પાસે ન તો કોઈ હોઠો અને ન તો કોઈ ઓથેન્થેટીક ઓર્ડર ન હોવા છતાંયે આ સામુહિક કેન્દ્રમાં ફરજ બજાવતો હતો. ત્યારે આ સમગ્ર મામલાનો વિડીયો જાગૃત નાગરિકે પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લઈ સોશીયલ મીડીયામાં વાઈરલ કરવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ આ આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ ઓફિસર પણ સમયસર પોતાની ફરજ પર હાજર ન રહેતાં સારવાર માટે આવતાં દડીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આવતા દર્દીઓને આ સામુહિક કેન્દ્રમાં ફરજ બજાવતી નર્સ તેમજ સિસ્ટર દ્વારા દર્દીઓને દવા સારવાર કરવા મજબુર થવુ પડે છે. ત્યારે આ સમગ્ર મામલે વાઈરલ વિડીયોની તપાસ હાથ ધરવામાં આવે તો આ બહલેવા સામુહિક કેન્દ્રમાં પણ નકલી કલાર્ક પોતાની ફરજ બજાવતો હોવાની હકીકત સામે આવે તેમ છે.