- છાબ તળાવ પાસે ગરમીના કારણે અસંખ્ય ચામાડીયાના મોત.
દાહોદ, દાહોદ જીલ્લામાં 45 ડિગ્રી સુધીની ભીષણ ગરમીના પગલે જીલ્લામાં બે વ્યક્તિઓના ગરમીના કારણે મોત નિપજ્યાંની ઘટનાની સાથે સાથે દાહોદ શહેરમાં આવેલ ઐતિહાસિક છાબ તળાવ ખાતે ભારે ગરમીના પ્રકોપને પગલે અસંખ્ય ચામાચીડીયાના મોત નીપજ્યાંની ઘટના બનતાં દાહોદ શહેરમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ શહેર સહિત જીલ્લામાં એક અઠવાડિયા માટે જીલ્લામાં ગરમીનો પારો વધતાં તંત્ર દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બપોરના 01થી સાંજના 05 વાગ્યાના સમયગાળા દરમ્યાન કામ વગર ઘરની બહાર ન નીકળવા, કામ હોય તો ઘરની બહાર નીકળતો માથે ટોપી, ચશ્મા વિગેરે તાપથી રક્ષણ મેળવતાં વસ્ત્રો પહેરી નીકળવું, ગરમીમાં વધારેમાં વધારે પાણી પીવુ, ગરમીમાં તબીયત લથડે તો તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક કરવા માટે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે છેલ્લા બે, ત્રણ દિવસથી દાહોદ જીલ્લામાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી જતાં શહેર સહિત જીલ્લાવાસીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. બપોરથી સાંજ સુધી જાહેર રસ્તાઓ સુમસામ ભાસી રહ્યાં છે. ત્યારે આવી ભીષણ ગરમીના પગલે દાહોદ જીલ્લામાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાની ઘટના સામે આવી છે.
જેમાં સીંગવડ તાલુકામાં માછી તોયણી ગામે રહેતાં રેવાબેન બચુભાઈ બારીયા ડુંગર ભીત ફળિયામાં ઘરકામ કરતાં અને પોતાના ખેતરમાં ઘાસચારો કાપતાં હતાં ત્યારે તેમને મગજમાં ગરમી ચઢી જતાં ત્રણ દિવસથી રેવાબેનને માથુ દુખતુ હતું. જ્યારે તેમને વધારે પડતી મગજમાં ગરમી ચઢી જતાં તેમને પ્રથમ સ્થાનીક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં, પરંતુ તેમની તબીયત વધુ લથડતાં તેઓને તાત્કાલિક ગોધરા ખાતે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવતાં જ્યાં સારવાર દરમ્યાન રેવાબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે આવી જ રીતે ગરમીના કારણે જીલ્લામાં વધુ એકનું પણ મોત નીપજ્યું હતું. દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ભીસણ ગરમીના પ્રકોપને પગલે વધતાં દર્દીઓની સંખ્યા જોઈ ઈમરજન્સી માટે વધારાના બેડોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ દાહોદ શહેરના ઐતિહાસિક છાબ તળાવમાં થોડા દિવસો પહેલાં અસંખ્ય માછલીઓના મોત નિપજ્યાં હતા. ત્યારે ગતરોજ વધતી ગરમીના કારણે છાબ તળાવ વિસ્તારમાં એકાએક ચામાચીડીયાઓના મોત નીપજતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.