દાહોદ,
દાહોદ જિલ્લાના પ્રજાજનોના પડતર પ્રશ્ર્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જેના ભાગરૂપે તાલુકા સ્વાગત કાર્યક્રમ તા. 21 ડિસેમ્બરે, બુધવારે સવારે 11 કલાકે તેમજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. 22 ડિસેમ્બર, ગુરૂવારે સવારે 11 કલાકે યોજાશે.
તદ્દનુસાર, તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઝાલોદ ખાતે કલેક્ટર, ગરબાડા ખાતે જિલ્લા વિકાસ અધિકારી, લીમખેડા ખાતે પોલીસ અધિક્ષક, ધાનપુર ખાતે નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી, લીમખેડા, સીંગવડ ખાતે પ્રાયોજના વહીવટદાર, ફતેપુરા ખાતે નિયામક, ડીઆરડીએ, સંજેલી ખાતે પ્રાંત અધિકારી ઝાલોદ, દાહોદ ખાતે પ્રાંત અધિકારી, દાહોદ તેમજ દેવગઢ બારીયા ખાતે પ્રાંત અધિકારી, દેવગઢ બારીયા ઉપસ્થિત રહેશે.
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારએ પોતાના વ્યક્તિગત/અંગત પશ્ર્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર તથા સંપૂર્ણ સરનામા સાથેની એક અરજીમાં એક જ પ્રશ્ર્ન સંબધિત અમલીકરણ અધિકારીની કચેરીને ઓછામાં ઓછી ત્રણવાર કરેલી અરજીની નકલ સાથે સંબંધિત મામલતદારની કચેરીને તાલુકા સ્વાગત કાર્યક્રમ એમ અરજી મથાળે લખી અરજી 15 ડિસેમ્બર સુધીમાં મોકલી આપવાની રહેશે.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારએ પોતાના વ્યક્તિગત/અંગત પશ્ર્ન ટાઇપ કરેલી અરજી ફોન નંબર તથા સંપૂર્ણ સરનામા સાથેની એક અરજીમાં એક જ પ્રશ્ર્ન સંબધિત અમલીકરણ અધિકારીની કચેરીને ઓછામાં ઓછી ત્રણવાર કરેલી અરજીની નકલ સાથે કલેકટર કચેરીને જિલ્લા સ્વાગત કાર્યક્રમ એમ અરજીના મથાળે લખી અરજી 15 ડિસેમ્બર સુધીમાં મોકલી આપવાની રહેશે. દાહોદના નિવાસી અધિક કલેકટરએ એક અખબારી યાદીમાં ઉક્ત માહિતી આપી છે.