દાહોદ,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિજ્ઞાન પ્રવાહનું દાહોદ જીલ્લાનું 51.59 ટકા પરિણામ જાહેર થયું છે જ્યારે સામાન્ય પ્રવાહનું 89.85 ટકા પરિણામ જાહેર થયા પામ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી દાહોદ જીલ્લાનું શિક્ષણ સ્તર ભોય તળીયે હતું. ત્યારે આ વર્ષે પરિણામમાં સુધારો આવતાં જીલ્લાના વાલીઓ, શિક્ષકો તેમજ જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં આનંદની લાગણી જોવા મળી હતી.
આજરોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં કહી ખુશી કહી ગમનો માહૌલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનો ઘસારો શાળાઓ તરફ જોવા મળ્યો હતો, તો ઓનલાઈન પરિણામ જોવા માટે પણ ઓનલાઈન સેન્ટરો પણ પણ વિદ્યાર્થીઓ, વાલીઓ નજરે પડ્યાં હતાં. પરંતુ દર વર્ષની તુલનામાં આ વર્ષે પરિણામ દાહોદ જીલ્લાનું સારૂ આવતાં જીલ્લાના શિક્ષણ વિભાગમાં સુધારો થયો હોય તેમ કહીએ તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય. વિજ્ઞાન પ્રવાહનું 51.59 ટકા અને સામાન્ય પ્રવાહનું 89.85 ટકા પરિણામ આવ્યું છે. પરિણામ સારૂ આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ એકબીજાનું મોંહ મીઠુ કરાવ્યું હતું. વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો દાહોદ જીલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં આ વર્ષે કુલ 1520 વિદ્યાર્થીઓ નોંધાંયા હતા. જેમાંથી 1508 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાં એ વન ગ્રેડમાં જીલ્લામાં માત્ર એક વિદ્યાર્થીનો સમાવેશ થયો છે. જ્યારે એ ટુ ગ્રેડમાં 19, બી વન ગ્રેડમાં 65, બી ટુ ગ્રેડમાં 143, સી વન ગ્રેડમાં 235, સી ટુ ગ્રેડમાં 258, ડી ગ્રેડમાં 57 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. કેન્દ્ર પ્રમાણે પરિણામની વાત કરીએ તો દાહોદ જીલ્લામાં વિજ્ઞાન પ્રવાહના ત્રણ કેન્દ્રો હતા. જેમાં દાહોદ કેન્દ્રનું 49.87 ટકા, લીમખેડા કેન્દ્રનું 52.10 ટકા અને લીમડી કેન્દ્રનું 56.16 ટકા પરિણામ રહેવા પામ્યું છે.
સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહનું દાહોદ જીલ્લાનું 89.85 ટકા પરિણામ આવ્યું છે. જેમાં જીલ્લામાં કુલ 15878 વિદ્યાર્થી પૈકી 15678 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાં એ વન ગ્રેડમાં 09 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે, તેવી જ રીતે એ ટુ ગ્રેડમાં 664, બી વન ગ્રેડમાં 2675, બી ટુ ગ્રેડમાં 4210, સી વન ગ્રેડમાં 4280, સી ટુ ગ્રેડમાં 2058, ડી ગ્રેડમાં 188 ઈ અને ઈ વન ગ્રેડમાં 02 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. કેન્દ્ર પ્રમાણે પરિણામની વાત કરીએ તો દાહોદ જીલ્લામાં સામાન્ય પ્રવાહના કુલ 22 કેન્દ્રો હતો. જેમાં દાહોદ કેન્દ્રનું 93.94, લીમખેડા કેન્દ્રનું 88.78, ગરબાડા કેન્દ્રનું 94.87, કતવારા કેન્દ્રનું 77.95, જેસાવાડા કેન્દ્રનું 96.67, ઉકરડી કેન્દ્રનું 97.15, રાછરડા હિમાલા કેન્દ્રનું 95.45, અભલોડ કેન્દ્રનું 91.09, દેવગઢ બારીઆ કેન્દ્રનું 86.30, પીપેરો કેન્દ્રનું 84.02, પીપલોદ કેન્દ્રનું 85.94, ઝાલોદ કેન્દ્રનું 91.85, લીમડી કેન્દ્રનું 91.50, સંજેલી કેન્દ્રનું 86.93, સુખસર કેન્દ્રનું 87.09, કારઠ કેન્દ્રનું 91.18, સાગટાળા કેન્દ્રનું 83.45, ફતેપુરા કેન્દ્રનું 92.59, બાંડીબાર કેન્દ્રનું 90.58, નગરાળા કેન્દ્રનું 90.08 અને સીંગવડ કેન્દ્રનું 89.89 ટકા પરિણામ આવ્યું છે. દાહોદ જીલ્લામાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ઉકરડી કેન્દ્ર છે અને સૌથી ઓછુ પરિણામ ધરાવતું કેન્દ્ર કતવારા કેન્દ્ર છે.
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશ સોસાયટી સંચાલિત શાળાઓની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાંં દાહોદ જીલ્લામાં માત્ર એ વન ગ્રેડમાં એકજ વિદ્યાર્થીનો સમાવેશ થયો છે. જેમાં શશીધન ડે સ્કુલમાં આભ્યાસ કરતો ડામોર જાસ્વી ભાવેશનો સમાવેશ થાય છે. ડામોર જાસ્વી ભાવેશે વિજ્ઞાન પ્રવાહમાં 93.85 ટકા સાથે એ વન ગ્રેડમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જ્યારે એમ.વાય. હાઈસ્કુલનું 63.11 ટકા પરિણામ, આર. એન્ડ એલ. પંડ્યાં હાઈસ્કુલનું 36.17 ટકા, નવજીવન ગલ્સ હાઈસ્કુલનું 56.25 ટકા અને શશીધન ડે સ્કુલનું 67.85 ટકા પરિણામ આવવા પામ્યું છે. દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓમાં પ્રથમ પાંચ ક્રમાંકે સશીધન ડે સ્કુલના ડામોર જાસ્વી ભાવેશ 93.85 ટકા, એમ. વાય. હાઈસ્કુલના સોલંકી સોલંકી શુભમ વી. 85.38 ટકા, આર. એન્ડ એલ. પંડ્યા હાઈસ્કુલના શેઠ હર્ષ જે. 84.69 ટકા, આર. એન્ડ એલ. પંડ્યા હાઈસ્કુલના દરજી પાર્થ કે. 83.69 ટકા અને એમ. વાય. હાઈસ્કુલના સાઠબાવાલા હસેુન કે. 83.53 ટકા પરિણામ સાથે ઉપરોક્ત વિદ્યાર્થીઓ પ્રથમ પાંચ ક્રમાકે આવ્યાં છે.
તેવીજ રીતે દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશ સોસાયટી સંચાલિત શાળાઓમાં સામાન્ય પ્રવાહમાં એ વન ગ્રેડમાં કુલ 03 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. જેમાં એમ. વાય. હાઈસ્કુલના મન્સુરી અરફાન એચ. 94.71 ટકા, પસાયા અર્ચના પી. 90.71 અને નવજીવન ગલ્સ હાઈસ્કુલના પુરવા ઈનાક્ષીબેન જશવંતભાઈ90.29 ટકા સાથે એ વન ગ્રેડમાં સમાવેશ થયો છે. તેની સાથે સાથે પ્રથમ પાંચ ક્રમામે ઉપરોક્ત ત્રણ વિદ્યાર્થીઓની સાથે નવજીવન ગલ્સ હાઈસ્કુલના ધોબી પલક વાસુદેવભાઈ 89.86 ટકા અને એમ.વાય.હાઈસ્કુલના સોઢા સંજય એ. 89.43 ટકા સાથે પ્રથમ પાંચ ક્રમાકમાં સમાવેશ થયો છે.