દાહોદ, દાહોદ જીલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં આજે ધોરણ 10નું સામાજીક વિજ્ઞાનનું પ્રશ્ર્નપત્ર અને ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાન અને વિજ્ઞાન પ્રવાહમાં જીવવિજ્ઞાનના પ્રશ્ર્નપત્રની વિદ્યાર્થીઓએ શાંતિપુર્ણ માહૌલમાં પરીક્ષા આપી હતી. આજની પરીક્ષામાં પણ દાહોદ જીલ્લામાં એકપણ ગેરરીતીનો કેસ નોંધાંવવા પામ્યો ન હતો.
ધોરણ 10ના સામાજી વિજ્ઞાનની પરીક્ષામાં દાહોદ, લીમખેડા અને ઝાલોદના કેન્દ્રો પર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં દાહોદ કેન્દ્ર ગુજરાતી માધ્યમમાં કુલ 10704 વિદ્યાર્થીઓ પૈકી 10242 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 462 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. હિન્દી માધ્યમમાં 40 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અનેસ અંગ્રેજી માધ્યમમાં 485 વિદ્યાર્થીઓ પૈકી 489 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 04 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. લીમખેડા કેન્દ્રમાં ગુજરાતી માધ્યમમાં ગુજરાતી માધ્યમમાં 11831 વિદ્યાર્થીઓ પૈકી 11179 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 652 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. અંગ્રેજી માધ્યમમાં 57 વિદ્યાર્થીઓ પૈકી 56 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 01 વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં હતાં. ઝાલોદ કેન્દ્રમાં ગુજરાતી માધ્યમમાં 10133 વિદ્યાર્થીઓ પૈકી 9650 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 483 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. આમ, ધોરણ 10ની આજની પરીક્ષામાં જીલ્લામાં કુલ 33294 વિદ્યાર્થીઓ પૈકી 31692 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને 1602 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાનની પરીક્ષામાં દાહોદ કેન્દ્રમાં ગુજરાતી માધ્યમમાં 6748 વિદ્યાર્થીઓ પૈકી 6594 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને 154 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. અંગ્રેજી માધ્યમમાં 63 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ, કુલ 6833 વિદ્યાર્થીઓ પૈકી 6679 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને 154 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના જીવવિજ્ઞાનની પરીક્ષામાં દાહોદ કેન્દ્રમાં ગુજરાતી માધ્યમમાં 1674 વિદ્યાર્થીઓ પૈકી 1637 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 37 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. અંગ્રેજી માધ્યમમાં 151 વિદ્યાર્થીઓ પૈકી 150 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 01 વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં હતાં. આમ, કુલ 1842 વિદ્યાર્થીઓ પૈકી 1804 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને 38 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં.