દાહોદ, દાહોદ જીલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો આરંભ થઈ ચુક્યો છે. આજે પ્રથમ દિવસે ધોરણ 10નું ગુજરાતી પ્રથમ ભાષા, અંગ્રેજી પ્રથમ ભાષા અને હિન્દી પ્રથમ ભાષાનું પ્રશ્ર્નપત્રની પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. દાહોદ જીલ્લામાં ધોરણ 10ની પરીક્ષા સવારે 10.00 વાગ્યાના સમયે શરૂં થઈ હતી અને બપોરના 01.15 કલાકે પરીક્ષા પુર્ણ થઈ હતી. જેમાં ધોરણ 10માં કુલ 33741 વિદ્યાર્થીઓ પૈકી 32094 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે 1647 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. તેવીજ રીતે ધોરણ 12ની પરીક્ષા બપોરના 3.12 કલાકે શરૂ થઈ હતી. જેમાં સામાન્ય પ્રવાહમાં સહકાર અને પંચાયત તથા નામાનામુળ તત્વોના પ્રશ્ર્નપત્ર અને વિજ્ઞાન પ્રવાહનમાં ભૌતિક વિજ્ઞાનના પ્રશ્ર્નપત્રની પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 12માં વિજ્ઞાનમાં કુલ વિદ્યાર્થીઓ 2135 જેમાંથી 43 ગેરહાજર રહ્યાં હતાં અને 2092 વિદ્યાર્થીઓએ ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા આપી હતી. સામાન્ય પ્રવાહની વાત કરીએ તો નામાનામુળ તત્વોમાં 476 વિદ્યાર્થીઓ નોંધાંયેલ હતાં જેમાં 06 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. 470 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના કુલ મળી દાહોદ જીલ્લામાં 23060 વિદ્યાર્થીઓ નોંધાંયેલ છે. આજે પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા જતાં જીલ્લાની તમામ શાળામાં શાળા સંચાલકો, શિક્ષકોએ પરીક્ષાર્થીઓનું મોંહ મીઠુ કરાવી, પુષ્પગુચ્છ આપી તેમજ શુભેચ્છાઓ પાઠવી પરીક્ષા ખંડમાં પ્રવેશ કરાવ્યો હતો. ત્યારે બીજી તરફ પરીક્ષા કેન્દ્રોની બહાર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો. આજે પ્રથમ દિવસે દાહોદ જીલ્લામાં એકપણ ગેરરીતીનો કેસ નોંધાંવવા પામ્યો ન હતો અને શાંતિપુર્ણ માહૌલમાં પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પરીક્ષા કેન્દ્રો ખાતે જઈ પરીક્ષાર્થીઓને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પરીક્ષામાં બાળકો માટે પ્રથમ દિવસ હોઈ તેમના વાલીઓ પણ આવેલ હતા. ઝાલોદ નગરના કેળવણી મંડળના પ્રાંગણમાં પરીક્ષા આપવા માટે આવનારા વિધાર્થીઓને શુભેચ્છા પાઠવવા તેમજ કેન્દ્રના નિરીક્ષણ માટે પ્રાંત અધિકારી ભાટિયા આવેલ હતા.
પ્રાંત અધિકારી ભાટિયા બોર્ડની પરીક્ષા આપવા આવેલ વિધાર્થીઓને પુષ્પગુચ્છ આપી ગોળ થી મોઢું મીઠું કરાવી કેંદ્રના પ્રાંગણમાં પ્રવેશ આપ્યો હતો. સાથે સાથે દરેક વિધાર્થીઓને શાંત ચિત્તે, નિર્ભય પણે પરીક્ષા આપે તેવા સૂચન આપેલ હતા. એચ.એસ.સી ઝોનલ અધિકારી જીગ્નેશભાઈ દ્વારા બોર્ડની તૈયારી વિશે સંપૂર્ણ માહિતી થી પ્રાંત અધિકારીને આપી હતી.
ઝાલોદ તાલુકામાં ધોરણ 10 માં પ્રથમ પેપર ગુજરાતી અને અંગ્રેજી વિષયનુ લેવામાં આવેલ હતું. સંપૂર્ણ પરીક્ષા દરમ્યાન કોઈ પણ ચોરીના કેસ બનેલ ન હતા. પેપર સરળ હોવાથી દરેક વિદ્યાર્થીઓ ખુશ નજર આવતા હતા.દરેક વિધાર્થીઓએ સારા વાતાવરણ વચ્ચે પરીક્ષા પૂર્ણ કરેલ હતી. ઝાલોદ ઝોનમા કુલ 10210 વિદ્યાર્થી પરીક્ષા આપનાર હતા તેમાંથી કુલ 9714 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 496 વિધાર્થીઓ ગેરહાજર રહેલ હતા