- 9 પી.આઈ.,51 પી.એસ.આઈ.,10સી.એ.પી.એફ. અન્ય 2000 જેટલા પોલીસ જવાનો ખડે પગે ફરજ નિભાવશે
દાહોદ, દાહોદ જિલ્લામાં ન્યાયી અને મુક્ત પણે લોકસભાની ચૂંટણી યોજાય તે માટે પોલીસ તંત્ર દ્રારા તમામ પ્રકારની તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે જિલ્લાના મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સશસ્ત્ર સેનાના જવાનો સાથે શાંતિપૂર્ણ માહોલમાં અને ન્યાયિક પણે ચૂંટણી યોજાય તે માટે જિલ્લા પોલીસવડા ડો રાજદીપસિંહ ઝાલા દ્રારા માહિતી અપાઈ હતી.તો લોકસભાની ચૂંટણી જાહેર થઇ ત્યારથી લઈને આજ સુધી 9,967 લોકો સામે અટકાયતી પગલા લેવાયા છે જે લોકો અગાઉ અલગ અલગ ગુનાઓમાં સંકળાયેલા હતા ત્યારે દારૂ બંધીના અમલ માટેના પ્રોહીબીશનના 2,884 જેટલા કેસો કરવામાં આવ્યા છે ત્યારે ચોરીના ગુનાઓની વાત કરવામાં આવે તો 2 કરોડ 2 લાખ સુધીનો ચોરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને માથાભારે તેમજ સમાજ માટે અત્યંત હાનિકારક 6 જેટલા ઈસમોને પાસા હેઠળ અટકાયત કરી કાર્યવાહી કરાઈ છે જયારે છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા 150 જેટલા આરોપીઓને ઝડપી જેલ ભેગા કરાયા છે જેમાંથી એક ઈનામી આરોપી ઝડપાયો છે તો સાથેજ એક હત્યાના ગુનામાં 44 વર્ષથી નાસતો ફરતો રાજસ્થાન પોલીસ મથકના ગુનાનો આરોપી ઝડપાયો છે જયારે પ્રોહીબીશન સેક્શન 93 મુજબ 2 અથવા બે થી વધારે કિસ્સામાં દારૂ વેંચતા પકડાય તેવા કિસ્સામાં પ્રીવેન્ટિવ કાર્યવાહી અંતર્ગત 1,756 જેટલા ઈસમો સામે ગુના નોંધાયા છે પ્રોહીબીશનના સીઆરપીસી 122 મુજબના ગુનામાં 102 ઈસમો સામે પણ કાર્યવાહી કરાઈ છે જયારે પોલીસની આ કાર્યવાહીથી મુક્ત ન્યાયી અને સુમેળ ભર્યા વાતાવરણ વચ્ચે લોકસભાની ચૂંટણી યોજાશે તેવું પોલીસવડા દ્રારા જણાવવામાં આવ્યું હતું.