દાહોદ જીલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2024 યોજાશે

  • દાહોદ જીલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં નાનકડાં ભુલકાઓને શાળા પ્રવેશોત્સવ.
  • શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન બાળકોને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાવાશે શાળા પ્રવેશ.

દાહોદ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2003 થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાઈ હતી. જે પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ વધારતા ચાલુ શૈક્ષણિક વર્ષ-2024ના શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ 26 જુન થી 28 જુન 2024 દરમિયાન યોજવાનું આયોજન કર્યું છે.

દાહોદ જીલ્લાના બાળકો માટે શાળાઓ, આંગણવાડીઓમાં પ્રવેશનો દિવસ યાદગાર અને એક અનેરો ઉત્સવ બની રહે તે માટે શાળા પ્રવેશોત્સવને મહાઉત્સવ બનાવવા પદાધિકારી-અધિકારીઓને સમગ્ર જીલ્લાની વિવિધ શાળાઓ ફાળવવામાં આવી છે. જેના માટે અલગ અલગ રૂટ ફાળવવામાં આવ્યા છે. જેમાં મંત્રી બચુભાઈ ખાબડ, કલેકટર યોગેશ નિરગુડે, જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા, ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર આર.એમ.પરમાર, જીલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર તેમજ ધારાસભ્ય સર્વેઓ સહિત રાજ્ય કક્ષાના મહાનુભાવોને આ મહાઉત્સવમાં સહભાગી બનાવવામાં આવ્યા છે.

સમગ્ર રાજ્યની સાથે દાહોદ જીલ્લામાં પણ તા.26 જૂનથી તા.28 જૂન દરમિયાન સવારે 8 વાગ્યે થી બપોરે 1.30 કલાક દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવનાર છે, જે અંતર્ગત બાલવાટિકા, આંગણવાડી, ધો. 1, ધો. 9 અને ધો. 11માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવવામાં આવશે.

દાહોદ જીલ્લાના સંજેલી તાલુકામાં 26 જુન સવારે 08 કલાકે થી જસુણીની મુવાડી,પ્રા. શાળા , જસુણી મુખ્ય પ્રા. શાળા તેમજ માધ્યમિક શાળા નેનકી ખાતે, તારીખ 27 જુન ના રોજ ગરબાડા તાલુકાના નવા ફ. વર્ગ, બારિયા ફ. વર્ગ તેમજ માધ્યમિક શાળા ગરબાડા ખાતે તેમજ તારીખ 28 જુન ના રોજ ધાનપુર તાલુકામાં ભાણપુર પ્રા.શાળા , કાસેટા પ્રા. શાળા તેમજ સરકારી માધ્યમિક શાળા મંડોર ખાતે જીલ્લા ક્લેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને ક્રમાંક મુજબ શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે.

જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષ સ્થાને તારીખ 26 જુન ના રોજ ધાનપુર તાલુકાના પાનમ પ્રા. શાળા, અલીન્દ્રા પ્રા શાળા, તેમજ ભુવેરો પ્રા. શાળા ખાતે, તારીખ 27 જુનના રોજ ઝાલોદ તાલુકાના રામપુરા પ્રા. શાળા, ટીમાચી પ્રા. શાળા તેમજ ઘેસવા પ્રા. શાળા ખાતે એ ઉપરાંત તારીખ 28 જુનના રોજ ફતેપુરા તાલુકાની જગોલા પ્રા. શાળા, પાટવેલ પ્રા.શાળા તેમજ આપતળાઈ પ્રા. શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે.

ઉપરાંત જીલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને તારીખ 26 જુનના રોજ ગરબાડા તાલુકાની નીમચ પ્રા.શાળા, પાટિયા ફ. વર્ગ ગુલબાર , રામકૃપા ઉ. બુ. આ. શાળા ગરબાડા તેમજ તારીખ 27 જુનના રોજ ધાનપુર તાલુકાની મહુનળા પ્રા. શાળા, પટેલ ફ. વર્ગ મહુનાળા, ઉચવાસ ફ. વર્ગ, કણઝર ઉપરાંત તારીખ 28 જુનના રોજ સંજેલી તાલુકામાં હિરોલા પ્રા. શાળા, ખેડા વર્ગ હિરોલા પ્રા. શાળા તેમજ એકલવ્ય ઉ.બુ. માધ્યમિક શાળા હિરોલા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે.

એ સાથે અન્ય તમામ તાલુકાઓની શાળાઓમાં પણ ફાળવવામાં આવેલ પધાધિકારીઓ તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવશે.