દાહોદ,દાહોદ જીલ્લાના સરપંચઓની લાગણી દુભાય તેવા શબ્દો દ્વારા ટીમલી ગીત ગાતા ગાયક કલાકારો દ્વારા ગાવામાં આવતા ગીતો સામે એ ગાયક કલાકારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સરપંચોએ દાહોદ બી ડીવીજન પોલીસ સ્ટેશન એ ફરિયાદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
દાહોદ જીલ્લાના ટીમલી ગાયક કલાકારો દ્વારા અવાર નવાર સમાજની લાગણીઓ દુભાય તેવા ગીતો ગાય છે, તેવા આક્ષેપો દાહોદ જીલ્લાના સરપંચો દ્વારા કરવામાં આવતાં હતા. તેવાજ સમયે ગાયક કલાકાર વિપુલભાઈ ગરાસીયા (રહે. પરથમપુર, ધોળીદાતી ફળિયા, તા.ઝાલોદ,જી.દાહોદ) અને દિવ્યાબેન અશ્વિનભાઈ ડામોર (રહે. ટાડાગોળા, ચોરા ફળિયા, તા. ઝાલોદ, જી. દાહોદ) નાઓ દ્વારા સરપંચના નામનો ઉપયોગ કરી સરપંચની છોકરીને લઈને ભાગી ગયા…તારો મારો મેળ પડી ગયો….ગામના લોકો જોતા રહી ગયા….જેવા શબ્દોનો ઉપયોગ કરી ગીત ગાઈને દાહોદ જીલ્લાના સરપંચોની લાગણીને ઠેસ પહોચાડતાં હોય જેના પગલે દાહોદ જીલ્લાના સરપંચોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ગતરોજ દાહોદ જીલ્લાના સરપંચો આ મામલે દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે પહોંચ્યાં હતાં અને જ્યાં આવા ગીતો ગાનાર ગાયક કલાકારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે તમામ સરપંચો એકઠા થઈ દાહોદ બી ડીવીજન પોલીસ મઠકે ફરિયાદ કરી હતી