દાહોદ શહેર સહિત જિલ્લામાં આજરોજ હિન્દુ ધર્મનો પરિવત્ર તહેવાર એવા રક્ષાબંધનની ભાઈ-બહેનો દ્વારા રંગેચંગે ઉજવણી કરી હતી. બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધી તેઓની લાંબી ઉમર માટે પ્રાર્થના કરી હતી.
પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે રક્ષાબંધનના તહેવારથી હિન્દુ ધર્મના તહેવારોનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આજરોજ ભાઈ-બહેનોનો પવિત્ર એવા તહેવાર રક્ષાબંધનના તહેવારને લઈ દાહોદ શહેર સહિત જિલ્લામાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દાહોદના બજારોમાં રાખડી, મીઠાઈ, ફરસાણની દુકાનોમાં ખરીદી માટે લાંબી લાઈનો પણ જોવા મળી હતી. તો બીજી તરફ આજરોજ રક્ષાબંધનના તહેવારને લઈ બહેનોનેએ પોતાના ભાઈઓને રાખડી બાંધી તેઓના લાંબા આયુષ્ટની કામના સાથે ભાઈઓએ બહેનોની રક્ષા કરવા માટે કટીબધ્ધ બની રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો. વડિલો, વૃધ્ધો સહિત નાના ભુલકાઓ દ્વારા રક્ષાબંધન પર્વની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.