દાહોદ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાએ બે દિવસથી દાહોદ જીલ્લામાં આગમન કર્યુ હતું. ગતરોજ ઝાલોદ નગરમાં આ યાત્રાએ પ્રવેશ કર્યો હતો ત્યાર બાદ આજરોજ આ યાત્રા દાહોદ શહેરમાં સવારના નવ વાગ્યાના આસપાસ પહોંચતાં રાહુલ ગાંધીની આ યાત્રાને કોંગ્રેસના અગ્રણીઓ સહિત તેમના સમર્થકોએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. યાત્રામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ઠેર ઠેર યાત્રાનું કોંગ્રેસના અગ્રણીઓ તેમજ તેમના સમર્થકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગતરોજ ઝાલોદ નગરમાં આવી પહોંચી હતી. ઝાલોદ નગરમાં આ યાત્રાનું તમામે સ્વાગત કર્યુ હતું ત્યારે ઝાલોદ નગરમાં રાહુલ ગાંધીએ જનસભા સંબોધી હતી અને ભાજપની સરકાર અને અદાણી જેવા ઉદ્યોગપતિઓ પર આકરા કર્યા હતાં. રાહુલ ગાંધીની આ યાત્રા આજરોજ સવારના નવેક વાગ્યાના આસપાસ દાહોદ શહેરમાં આવી પહોંચી હતી. આ યાત્રા ઝાલોદ રોડથી નીકળી બસ સ્ટેશન, સ્વામી વિવેકાનંદ ચોક ખાતે પહોંચતાં કોંગ્રેસ સમિતિના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ તેમના સમર્થકોએ રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. ભારત જોડો ન્યાય યાત્રા દરમ્યાન વિવિધ ઝાંખીઓ જોવા મળી હતી. મહિલા મંડળોએ ગરબાની રમઝટ બોલાવી હતી, તો બીજી તરફ સ્ત્રીઓ ઉપર થતાં અત્યાચારને લઈ વિવિધ ઝાંખીઓ પણ રજુ કરવામાં આવી હતી. ઠેર ઠેર રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદ ચોકથી નીકળી આ યાત્રા ભગીની સમાજથી થઈ દેસાઈવાડા, તળાવ વિસ્તાર થઈ ગોધરા રોડથી થઈ ભારત જોડો ન્યાય યાત્રા લીમખેડા જવા રવાના થઈ હતી. રાહુલ ગાંધીની આ ભારત જોડો ન્યાય યાત્રામાં કોઈ અનીચ્છીનીય બનાવ ન અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માટે દાહોદ જીલ્લા પોલીસ વડાએ શહેર સહિત જ્યાં જ્યાંથી આ યાત્રા પસાર થઈ હતી. ત્યાં ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો