દાહોદ શહેર સહિત જીલ્લામાં પોલીસે જુદી જુદી ટીમો બનાવી જીલ્લામાં તહેવારોને ધ્યાનમાં લઈ કોઈ અનીચ્છીનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે સઘન ચેકીંગ તેમજ કોમ્બીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં ગતરોજ દાહોદ શહેરના રળીયાતી વિસ્તારમાંથી પોલીસે દારૂ પીધેલ હાલતમાં 10 ઈસમોને તેમજ ચાર વિદેશી દારૂની હાટડીઓ ઉપર રેડ પાડી મહિલા સહિત કુલ 14 ઈસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ જીલ્લામાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે તહેવારોની શરૂઆત થઈ ચુકી છે. જેમાં રક્ષાબંધન, જનમાષ્ટમી, ગણેશ ચતુર્થી બાદ આવતાં અનેક તહેવારોમાં દાહોદ શહેર સહિત જીલ્લામાં કોઈ અનીચ્છીનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લામાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સઘન ચેકીંગ તેમજ કોમ્બીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
ત્યારે ગતરોજ દાહોદ શહેરના રળીયાતી રોડ પર પોલીસને મળેલ બાતમીના આધારે રળીયાતી વિસ્તારમાં ઓચિંતી તપાસ હાથ ધરતાં જેમાં 10 ઈસમો દારૂ પીધેલ હાલતમાં મળી આવ્યાં હતા. જ્યારે ચાર વિદેશી દારૂના અડ્ડાઓ ઉપર પોલીસે ઓચિંતી પ્રોહી રેડ પાડી વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો કબજે કર્યો હતો. આ બનાવમાં પોલીસે કુલ મહિલા સહિત 14 ઈસમોની અટકાયત કરી હતી. ત્યારે પોલીસની આ કાર્યવાહીને પગલે વિદેશી દારૂનો વેપલો કરતાં તત્વોમાં ફફડાટ સાથે ચકચાર મચી જવા પામી હતી.