દાહોદ,ગત શનીવારે સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં દિશા કમિટિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નિરાધાર વૃદ્ધ સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓને મળેલા લાભની સમીક્ષા કરાઇ હતી. આ યોજના અંતર્ગત લાભાર્થીઓની ઉંમર 60 થી વધુ વયના લાભાર્થીઓ માટે રૂ. 1000 માસિક સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત માર્ચ 2023 અંતિત જીલ્લામાં કુલ 682 લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. આ લાભની રકમ રૂ. 63.625 લાખ જેટલી થાય છે. અધ્યક્ષની સૂચના મુજબ તાલુકાવાર લાભાર્થીઓના ક્રોસ વેરીફીકેશન કરી તે સંદર્ભે ઓનલાઇન વેરીફીકેશન માટે પણ સૂચના આપવામાં આવી છે.