દાહોદ,
ગુજરાત વિધાનસભાની ચુંટણી હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. બાહુબલ્ય આદિવાસી જિલ્લાના બીજા તબક્કાની તારીખ 05મી ડિસેમ્બરના રોજ યોજાનાર લોકશાહીના પર્વનું મતદાન થવાનું છે ત્યારે દાહોદ જિલ્લા સમાવિષ્ટ કુલ 06 વિધાનસભાની બેઠકો પર ભારે રસાકસી જોવા મળી છે. આ ચુંટણી પર્વમાં રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોને જીત હાંસલ કરવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટા ગજાના નેતાઓની ફોજ ગુજરાતમાં પ્રચાર કરવા ઉતારી દીધી છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટી પણ તેમના ઉમેદવારોને જીતાડવા આકાશ પાતાળ એક કરી રહ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં હાલ 2022ની આ ચુંટણીમાં ભાજપ સાથે સાથે સામે પક્ષમાં આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, બીટીપી તથા અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો છે. રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસની ગણતરી હાલ ઉંધી પડી રહી છે અને તેને લઈ પ્રચાર પ્રસાર ખુબજ જોરશોરથી ચાલી રહ્યો છે જેમ જેમ દિવસ નજીક આવી રહ્યાં છે તેમ તેમ રાત દિવસ પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ લોકોને આ લોકશાહી પર્વનો કોઈ ઉત્સાહ જોવા મળતો નથી. દાહોદ વિધાનસભાની કુલ 06 બેઠકો પૈકી 03 બેઠકોનો સારાંશ આપ્યો હતો. દાહોદ, ગરબાડા અને દેવગઢ બારીઆ હવે બીજી ત્રણ બેઠકો 129 ફતેપુરા, 130 ઝાલોદ અને 131 લીમખેડા. લીમખેડા વિધાનસભાની બેઠકની વાત કરીએ તો સૌ પ્રથમ 129 ફતેપુરા વિધાનસભા બેઠકમાં ફતેપુરા, ઝાલોદ અને સંજેલી આવેલું છે જેમાં ફતેપુરા બેઠકામાં જિલ્લાની 08 બેઠકો છે અને તાલુકા પંચાયતની 45 બેઠકો આવેલી છે. આ બેઠક રાજસ્થાનની બોર્ડર આવેલ હોવાથી બીટીએ ટાઈગર સેનાનું વર્ચસ્વ વધુ અને નજીકમાં રાજસ્થાન આવેલ હોવાથી અને ટાઈગર સેનાની પકડ મજબુત હોવાથી તેની સીધી અસર 129 ફતેપુરા બેઠક પર પડે છે. ટાઈગર સેનાની ગતિવિધી વધુ હોવાથી અને સંગઠન મજબુત હોવાથી ટાઈગર સેનાની પકડ મજબુત છે. 129 ફતેપુરા વિધાનસભા બેઠકમાં જોવા જઈએ તો 89 ટકા આદિવાસી વસ્તી છે. 03.05 ટકા ઓબીસી, 01.08 ટકા મુસ્લિમ, 01.07 ટકા એસસી, 04 ટકા અન્ય વસ્તી આવેલ છે જેમાં મતદારોની સંખ્યા જોઈએ તો 126164 પુરૂષ મતદાર, 128470 સ્ત્રી મતદાર અને 11 અન્ય મળી કુલ 254645 મતદારો નોંધાંયેલ છે. 129 ફતેપુરા વિધાનસભા બેઠક પર છેલ્લા 1 વર્ષથી આમ આદમી પાર્ટી સક્રિય થઈ ગઈ છે અને મજબુત સંગઠન બનાવી ઈલેક્શનમાં એન્ટ્રી કરી છે જેને લઈને ગત વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર રમેશભાઈ ભુરાભાઈ કટારા ખુબજ પાતળી સરસાઈથી ગત વિધાનસભા બેઠક પર જીત થઈ હતી. હાલની વિધાનસભા બેઠકમાં અગર આમ આદમી પાર્ટી ભાજપા ઉમેદવાર રમેશભાઈ કટારાના મત લઈ જાય તો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને ફાયદો થઈ જાય તેવું જોવાઈ રહ્યું છે બીજી તરફ આમ આદમી પાર્ટીમાં વધુ કાર્યકરો ભાજપના જોડાયેલા હોવાથી ભાજપના ઉમેદવારને જીત માટે લોઢાના ચણા ચાવવા પડે અને આમ બેના ઝઘડામાં કોંગ્રેસના ઉમેદવારને ફાવી જાય તેવા એંધાણ જોવાઈ રહ્યાં છે.
130 ઝાલોદ એસ.ટી. આ વિધાનસભા બેઠકમાં ઝાલોદ તાલુકા અને ઝાલોદ નગરપાલિકાનો વિસ્તાર આવેલ છે જેમાં જિલ્લા પંચાયતની 09 બેઠકો અને 37 તાલુકા પંચાયતની બેઠકો આવેલ છે. ઝાલોદ નગરપાલિકાના 09 વોર્ડના 27 કાઉન્સીલરો આવેલ છે. આમ જોવા જઈએ તો 83.08 એસ.ટી., 05.06 ટકા ઓબીસી, 02.03 ટકા મુસ્લિમ, 01 ટકા અનુસુચિત જનજાતિ અને 08 ટકા અન્ય જાતિના મતદારો આવેલ છે જેમાં 135961 પુરૂષ મતદારો નોંધાયેલ છે. 135405 સ્ત્રી મતદારો, 05 અન્ય મતદારો મળી કુલ 271371 કુલ મતદારો નોંધાંયેલ છે. ઝાલોદ વિધાનસભા બેઠકમાં અલીરાજપુર અને ચિત્તોડગઢના ટોલટેક્સનો ભારે વિવાદ હોવાથી તેનો લાભ કોંગ્રેસે ઉઠાવ્યો છે અને કોંગ્રેસના ગત ધારાસભ્યએ આ વિવાદમાં જનતાને પુરો સાથ સહકાર આપ્યો હતો. દાહોદ વિધાનસભા જેમજ આ વિસ્તારમાં કડાણા પાણી મળવાથી લોકોને પીવાનું પાણી અને સિંચાઈ માટે પાણી મળવાથી જેનો લાભ કદાચ ભાજપના ફાળે જઈ શકે છે. આમ કોંગ્રેસ અને ભાજપ બંન્નેના ફાળે જનતા માટેના કામો બોલે છે જેને લઈ કાંટાની ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેશે.
131 લીમખેડા. લીમખેડા અને સીંગવડ આ વિધાનસભામાં 08 જિલ્લા પંચાયતની બેઠકો અને 34 તાલુકા પંચાયતની બેઠકો છે. લીમખેડા બેઠકની વાત કરીએ તો 57 ટકા અનુસુચિત જનજાતિ, 30.05 ટકા ઓબીસી, 10.01 ટકા અન્ય, 02.04 ટકા મુસ્લિમ તથા દલિત સમાજના મતદારો આવેલ છે. મતદારોની સંખ્યા જોઈએ તો 110190 પુરૂષ મતદારો, 112634 સ્ત્રી મતદારો, 05 અન્ય મતદારો મળી 222829 કુલ મતદારો નોંધાંયેલ છે. 131 લીમખેડા વિધાનસભા બેઠક પર ગત વિધાનસભામાં દાહોદ લોકસભાના સાંસદ જસવંતસિંહ ભાભોરના નાના ભાઈ શૈલેષભાઈ ભાભોરને ટીકીટ ફાળવવામાં આવી હતી અને તેઓની જીત ઝઈ હતી અને આ વખતે સાંસદના નાના ભાઈ શૈલેષભાઈ ભાભોરને ટીકીટ આપવામાં આવી છે. અહીંયા લીમખેડા અને સીંગવડમાં બીજેપીના સંગઠનનો પાયો મજબુત હોવાથી ભાજપના ઉમેદવારને ફાયદો થાય તેવી તકો હાલ ખુબજ ઉજણી જોવાઈ રહી છે. સંગઠનના માળખાને લઈ ગત વિધાનસભામાં શૈલેષભાઈ ભાભોરની જીત થઈ હતી પરંતુ ફતેપુરા બેઠકની જેમજ અહીંયા પણ વિશેષ કરીને સીંગવડ તાલુકામાં આમ આદમી પાર્ટી ખુબજ સક્રિય થઈ ગઈ છે અને સારૂં અને મજબુત સંગઠન ઉભુ કર્યું છે. અહીંયા પણ ફતેપુરા બેઠક જેમ આમ આદમી પાર્ટી નોંધપાત્ર વોટ લઈ જાય તો તેની સીધી અસર સાંસદના નાના ભાઈ શૈલેષભાઈ ભાભોરને સીધું નુકસાન થઈ શકે છે. આમ દાહોદ જિલ્લામાં, દાહોદ, ગરબાડામાં ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર જોવાઈ રહી છે. જેમાં આમ આદમી પાર્ટી, બીટીપી અને અપક્ષ દ્વારા ભાજપ કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારના નોંધપાત્ર વોટ લઈ જાય તો તેની સીધી અસર પડશે તેવીજ રીતે ફતેપુરા, લીમખેડા અને દેવગઢ બારીઆ તાલુકામાં પણ આમ આદમી પાર્ટી નોંધપાત્ર વોટ લઈ જાય તો સીધી અસર ભાજપ અને કોંગ્રેસને પડે. દેવગઢ બારીઆમાં તો ભાજપની સામે સીધી ટક્કર આમ આદમી પાર્ટીની છે. ઝાલોદ બેઠક પર કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય ચુંટાયેલ ફરીવાર ભાજપમાં આવી જતાં ત્યા પણ મતદારો મુંઝવણમાં મુકાઈ ગયો છે કે કોને વોટ આપવો અને કોને નહીં કારણ કે, ઝાલોદ પણ કોંગ્રેસની બેઠક છે.