દાહોદ જીલ્લામાં મતદાન મથકોથી ઈવીએમ મશીન સીલ કરી સ્ટ્રોંગ રૂમ ખાતે લાવવામાં આવ્યાં

દાહોદ, દાહોદ જીલ્લામાં લોકસભાની ચુંટણી શાંતિપુર્ણ માહૌલમાં સંપન્ન થઈ ગઈ છે. ત્યારે ગતરોજ રાત્રીના આઠ વાગ્યા બાદ ચુંટણી અધિકારીના કર્મચારીઓ દ્વારા ઈવીએમ મશીનની રિસીવીંગની કામગીરીમાં જોતરાઈ ગયાં હતા. મોટા પ્રમાણમાં ચુંટણી કામગીરીમાં જોતરાયેલા કર્મચારીઓ દ્વારા જીલ્લાના મતદાન મથકોથી ઈવીએમ મશીનો સીલ કરી સ્ટ્રોગ રૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લાવવામાં આવ્યાં હતાં. દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ઈવીએમના રીસીવીંગની કામગીરીમાં ચુંટણીમાં જોતરાયેલા કર્મચારીઓ જોવા મળ્યાં હતાં. ચુંટણીમાં જોતરાયેલા કર્મચારીઓનું ઢોલ,નગારાની તાલે ચુંટણી અધિકારી સહિતના કર્મચારીઓએ સ્વાગત કરવામાં આવ્યું હતું. ચુંટણી કામગીરીમાં જોતરાયેલા કર્મચારીઓના જણાવ્યાં અનુસાર, અહીં દિવાળી જેવો માહૌલ છે. ચુંટણી મતદાનની સમગ્ર પ્રક્રિયા શાંતિપુર્ણ માહૌલમાં સંમ્પન્ન થઈ હતી. અલગ અલગ વિધાનસભાના ચુંટણી કર્મચારીઓ પોત પોતાના ઈવીએમ મશીનો લઈ રીસીવીંગની કામગીરીમાં દાહોદમાં આવ્યાં હતાં. દાહોદની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ચુંટણીમાં જોતરાયેલા કર્મચારીઓમાં માટે રસાડોની સાથે જમવાની વ્યવસ્થા તેમજ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જીલ્લામાં 1800થી વધુ ઈવીએમ મશીનો સ્ટ્રોગ રૂમમાં મુકવામાં આવ્યાં હતાં.