દાહોદ જીલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાઇવે ઉપર હલ્કીકક્ષાના સ્પીડ બ્રેકર મૂકી થયેલ ગેરરીતિની તપાસની માંગ

દાહોદ,ગુજરાત સરકારની માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દ્વારા હાઈવે રસ્તા પર પૂર ઝડપે હંકારી આવતા વાહનો થી છાસવારે સર્જાતા અકસ્માતોથી નિર્દોષ લોકો જીવ ગુમાવે છે. તેના નિયંત્રણ માટે રસ્તા ઉપર ફાઇબરના મૂકવામાં આવેલ મોટાભાગના સ્પીડ બ્રેકરો તૂટી ગયેલી હાલતમાં જણાઈ આવતા હલકી કક્ષાના સ્પીડ બ્રેકરો મૂકી તંત્ર દ્વારા મોટા પ્રમાણમાં થયેલી ગેરરીતિની તપાસની માંગ કરવામાં આવી છે.

દાહોદ – ગોધરા હાઇવે રસ્તા ઉપર લીમખેડા તરફથી નાના મોટા વધુ ઝડપે આવતા વાહનોને કારણે છાશવારે સર્જાતા અકસ્માતમાં નિર્દોષ લોકો જીવ ગુમાવવો પડે છે. વધુ પડતી સ્પીડમાં આવતા વાહનોને નિયંત્રણમાં રાખવા તંત્ર દ્વારા કેટલાક સ્થળે ફાઇબરના સ્પીડ બેકરો મૂકવામાં આવ્યા છે જેમાં લીમખેડા શાસ્ત્રી ચોક ઉપર લોકોની સતત અવરજવર રહેતી હોય છે. લીમખેડા તાલુકા કક્ષાનું ગામ હોવાને કારણે તાલુકાની તમામ વહીવટી કચેરીઓના કારણે લીમખેડામાં ગ્રામ્ય જનતાની સતત અવરજવર રહે છે. આ ઉપરાંત શાળા કોલેજોમાં અભ્યાસ માટે લીમખેડામાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે લીમખેડામાં લોકોની તેમજ વિદ્યાર્થીઓની સતત અવરજવરના કારણે છાશવારે અકસ્માતો ન સર્જાય તે માટે આવી તમામ બાબતોને ધ્યાનમાં રાખીને નગર જનો દ્વારા લોક દરબારમાં પણ સ્પીડ બ્રેકર મુકવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા લીમખેડા ગામમાં અને ઝાલોદ તેમજ દાહોદ રસ્તા ઉપર ફાઇબરના સ્પીડ બ્રેકરો મૂકવામાં આવ્યા હતા. તે તમામ સ્પીડ બ્રેકર તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે, તેથી એજન્સી અને વહીવટી તંત્ર ની મિલી ભગતથી આ સ્પીડ બ્રેકરો હલકી કક્ષાના મૂકવામાં આવ્યા હોવાની લોક ચર્ચાઓ થઈ રહી છે. એજન્સી દ્વારા જે ફાઇબરના તકલાદી સ્પીડ બ્રેકરો મૂકવામાં આવતા માત્ર બે થી ત્રણ મહિનામાં જ તૂટી ગયા છે. હાલ સ્પીડ બેકરો ના માત્ર ખીલા જોવા મળી રહ્યા છે, તો ક્યાંક અડધા તૂટેલી હાલતમાં છે. ત્યારે સવાલ એ થાય છે કે ડામરના અને ફાઇબરના સ્પીડ બેકરોના ખર્ચનો કેટલો તફાવત છે અને ટકાઉ સૌથી વધારે કયા છે ? તો ડામર ની જગ્યાએ ફાઇબરના પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર મૂકવાનું કારણ શું ? એના ફાયદા શું ? લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા સ્પીડ બેકરો ટૂંકા ગાળામાંના સમયમાં જ તૂટી ગયા હતા આ બાબતે તપાસની માંગ કરી છે.