દાહોદ, લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 અંતર્ગત દાહોદ જીલ્લામાં આગામી 7 મે ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણીમાં જીલ્લાના વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ સ્વીપની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. દાહોદ જીલ્લામાં સ્વીપ નોડલ અધિકારી દ્વારા પ્રવૃત્તિઓનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ પ્રવૃત્તિઓના માધ્યમથી દાહોદ જીલ્લાના મતદારોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
દાહોદ જીલ્લામાં મહિલા મતદારોની સંખ્યા પુરૂષ મતદારો કરતા વધુ હોવાથી તેઓ મતદાન અંગે જાગ્રત થઈ પોતાનો અમુલ્ય મત આપી લોકશાહીના આ પર્વમા પોતાનો ફાળો આપે એ હેતુથી સ્વીપ અભિયાન હેઠળ દાહોદમાં જીલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણ દ્વારા દાહોદ તાલુકાના આંગણવાડી કેન્દ્ર ગારખાયા-1 ખાતે મહિલાઓમાં ચુંટણી અંગેની જાગૃતિ આવે તેમજ મહિલા મતદારો વધુમાં વધુ મતદાન કરે તેમજ તેઓ ચુંટણી પ્રક્રિયા અંગે માહિતગાર થઇ મતદાન કરવા પ્રેરિત થાય એ હેતુથી વિસ્તાર પુર્વક સમજણ આપવામાં આવી હતી તેમજ અચુક મતદાન કરવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.