દાહોદ જીલ્લામાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સમગ્ર જીલ્લો શિવમય બન્યો

દાહોદ , દાહોદ શહેર સહિત જીલ્લામાં આજે મહા શિવરાત્રી પર્વ નિમિત્તે સમગ્ર જીલ્લો શિવમય બન્યો હતો. શિવાલયોમાં ભગવાન દેવોના દેવ મહાદેવના દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યાં હતાં. સવારથી ઓમ નમ: અને હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતાં. જીલ્લાના તમામ શિવ મંદિરોમાં વહેલી સવારથી દર્શન, પુજા, વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે મહા શિવરાત્રી પર્વે દાહોદ શહેર સહિત જીલ્લામાં આવેલા શિવ મંદિરોમાં ભગવાનનો ભવ્યાતિભવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. મંદિરોને સુંદર રીતે સજાવવામાં આવ્યાં હતાં. દાહોદ શહેરના વૈજનાથ મહાદેવ મંદિર, કાળી ડેમના મંદિર, મનકામેશ્ર્વર મંદિર સહિત જીલ્લા તમામ શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. દાહોદ શહેરમાં શિવજીની સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિવજીની સવારી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. શિવજીની સવારીમાં મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો, પુરૂષ, વયોવૃધ્ધ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. વિવિધ સ્થળોએ મહાપ્રસાદી, ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.