દાહોદ,અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં આજે રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે દાહોદ જીલ્લામા ઠેર ઠેર માર્ગો પર રામધૂન અને ભજન કિર્તન સાથે રામ ભક્તોએ પ્રભાત ફેરી અને શોભાયાત્રા કાઢી હતી. જીલ્લાના મંદિરોમાં મહાપ્રસાદી, ભંડારો અને સુંદરકાંડ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે.
દાહોદ શહેરમાં આજે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા શહેરના શ્રી રાજ રાજેશ્ર્વર મહાદેવ મંદિર ઠક્કર ફળિયા થી નીકળીને બસ સ્ટેશન થઈ ત્યાંથી સ્વામી વિવેકાનંદ ચોક, ચાર થાંભલા, માણેકચોક થઈ નગરપાલિકા ચોક ખાતે પહોંચી હતી, ડીજેના તાલ અને ગુલાલની છોડો વચ્ચે નીકળેલી શોભાયાત્રાએ શહેરમાં આકર્ષણ જણાવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો મહિલાઓ બાળકો વડીલો જોડાયા હતા. યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય અને બનાવ ન બને તે માટે શહેર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. યાત્રામાં વિવિધ વેદ ભૂસા જેમાં ખાસ કરીને હનુમાનજીની વેશભૂષા એ આકર્ષણ જણાવ્યું હતું. હનુમાનજી સાથે લોકોએ સેલ્ફી પડાવી હતી યાત્રામાં મહિલાઓએ ગરબા કરે ભગવાન શ્રીરામને પ્રસન્ન કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર શહેર જય જય શ્રી રામ ના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. દાહોદ શહેરમાં ઠેર ઠેર ભગવાન રંગની ધજાઓ એ આકર્ષણ જમાવ્યું હતું. અયોધ્યામાં યોજાયેલ ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દાહોદમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
દાહોદ જીલ્લા પ્રજાપતિ સમાજ દ્વારા શહેરના મંડાવર રોડ ખાતે આવેલ જલારામ મંદિરમાં ભગવાન શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રામધૂન તેમજ ભજન કીર્તન કરવામાં આવ્યું હતું. સાથે જ ભગવાન શ્રીરામની વિશેષ આરતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દાહોદ શહેરના પ્રજાપતિ સમાજ આગેવાનો મહિલાઓ વડીલો બાળકો ઉપસ્થિત રહ્યા હતા, સાથે ભોજન મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
દધિચીના દ્વારે આવેલી દાહોદ નગરી આજે સંપુર્ણ રામમય બની હતી. ઠેરઠેર રામલલાની શોભાયાત્રા, ભંડારા અને લાઈવ ટેલીકાસ્ટ એલઈડી સ્ક્રિન મુકીને લોકોએ નિહાળ્યાં હતાં. સવારથી સાંજ સુધી વિવિધ કાર્યક્રમો યોજાયા છે. તમામ સમાજોએ, તમામ નગરજનોએ પોત પોતાના વિસ્તારો અભુતપુર્વ રીતે સણગારી અને ઠેર ઠેર કેસરીયા માહૌલ સર્જયો છે. પ્રાણ પ્રતિષ્ઠાના સમયે જય.. જય.. શ્રીરામના નારાએ સમગ્ર વાતાવરણને ગુંજાવી મુક્યું હતું. તો શહેરના ચારેય ખુણા આતશબાજીના ધમધમાટથી ધણધણી ઉઠ્યું હતું. અયોધ્યામાં નવનિર્માણ પામેલ ભગવાન શ્રી રામજીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દેશ અને દુનિયામાં હિન્દુ સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે દાહોદ જીલ્લામાં પણ આ પ્રસંગને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દાહોદના ભગવાન શ્રી રામજી મંદિરો, હનુમાનજી મંદિરો સહિત તમામ મંદિરોમાં વહેલી સવારથીજ ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિરોમાં જય.. જય.. શ્રીરામના નારા સાથે વાતાવારણ ગુંજી ઉઠ્યું હતું. રામલલાના ઉત્સવને લઈ દાહોદ શહેર સંપુર્ણ બંધ રહ્યું હતું. ભાવિક ભક્તો રામ ભક્તિમાં જોવા મળ્યાં હતાં. શહેરમાં ઠેર ઠેર ભગવાન શ્રીરામજીની શોભાયાત્રા સહિત મહા આરતી, મહા પ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતાં તો સાંજના સમયથી લોકો પોત પોતાના ઘરે દિવાઓ પ્રજવ્લિત કરી રામલલાનું આગમન કર્યુ હતું. આજરોજ દિવાળી જેવો માહૌલ જોવા મળ્યો હતો. લોકોએ આતશબાજી કરી રામલલા પર્વની હર્ષોઉલ્લા તેમજ ભક્તિભાવ પુર્વક ઉજવણી કરી હતી.
અયોધ્યામાં ભગવાન શ્રી રામજીની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ આજરોજ રંગેચંગે અને ભવ્યાતિ ભવ્ય ઉજવાયો છે. દેશ તેમજ દુનિયામાં આ પર્વને લઈ હિન્દુ સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે દાહોદ શહેર સહિત જીલ્લામાં પણ આ પર્વની હર્ષોઉલ્લા તેમજ ભક્તિભાવ પુર્વક ભવ્યતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રીરામજી મંદિર, હનુમાનજી મંદિરો સહિત તમામ મંદિરોમાં વહેલી સવારથી ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દાહોદના તમામ રોજગાર ધંધા સંપુર્ણ બંધ રહ્યાં હતાં. વેપારીઓએ આજરોજ પોતાના વેપાર, ધંધાઓ બંધ રાખી રામલલા પર્વની અનોખી ઉજવણી કરી હતી. વયોવૃધ્ધથી લઈ મહિલા, પુરૂષ, બાળકો પોતાના હાથમાં ભગવાન શ્રી રામજી અને હનુમાનજીની ધજાઓ હાથમાં લઈ જય.. જય.. શ્રી રામ ના નારા સાથે રામોત્સવ યાત્રા નીકળી હતી. જ્યાં જ્યાંથી રામોત્સવ યાત્રા પસાર થઈ હતી ત્યાં સૌ લોકોએ રામોત્વ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વ્હોરા સમાજના લોકોએ પણ ભાઈચારાના સંદેશા સાથે રામોત્સવ યાત્રાનું સ્વાગત કરી જય શ્રી રામના નારા લગાવ્યાં હતાં. ઠેર ઠેર મંદિરોમાં મહાયજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. દાહોદ શહેરમાં રામોત્સવ યાત્રા ડી.જે. ઢોલ નગારાના તાલે નીકળી હતી. રામોત્સવ યાત્રામાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો જોવા મળ્યાં હતાં. દાહોદ શહેરમાં ઠેર ઠેર ખાણીપીણીની સ્ટોલો પણ સમાજના લોકો દ્વારા ખુલ્લા મુકવામાં આવ્યાં હતાં. અયોધ્યામાં નવ નિર્માણ પામેલ અયોધ્યા રામ મંદિરનું લાઈવ પ્રસારણ લોકોએ મોટી મોટી સ્ક્રિનો લગાવી, પોત પોતાના ઘરોમાં ટીવી પર બેસી કાર્યક્રમ નીહાળ્યો હતો. દાહોદ શહેર સહિત જીલ્લો આજરોજ જય.. જય.. શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. દાહોદ શહેર સહિત જીલ્લાના તમામ મંદિરો ભવ્ય રોશનીથી સણગારી દેવામાં આવ્યાં હતાં. સાંજ પડતાની સાથે મંદિરો સહિત લોકોએ પોત પોતાના ઘરોમાં દિવાઓ પ્રજવ્લિત કરી રામલલાનું આગમન કર્યુ હતું. લોકોએ આતશબાજી કરી પુન: એકવાર દિવાળી જેવો માહૌલ ઉભો કર્યો હતો.
લીમખેડા તાલુકાના પાલ્લી ગામે આવેલ શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે આજે ભગવાન શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 51 કુંડી શ્રીરામ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 51 થી વધુ જોડાઓએ ભાગ લીધો હતો. બપોરે 12 વાગ્યે ભગવાન શ્રીરામની વિશેષ આરતી કરવામાં આવી હતી, અને ત્યાર બાદ 51 કુંડી યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી. યજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ વિવિધ દ્રવ્યો દ્વારા આહુતિ આપવામાં આવી હતી, સાથે ઉપસ્થિત તમામ લોકોએ અયોધ્યામાં ચાલતા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને એલઇડી સ્કિનના માધ્યમથી લાઈવ નિહાળ્યો હતો. ત્યારબાદ ભગવાનના મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
500 વર્ષના સંઘર્ષ બાદ ભગવાન શ્રી રામ આજે પુન: અયોધ્યામા બિરાજમાન થયા છે. ત્યારે લીમખેડા નગરમાં ઠેર ઠેર ભગવી ધજાઓના તોરણ બાંધવામાં આવ્યા હતા. નગરના મહાદેવ મંદિર રામદેવપીર મંદિર તેમજ પંચમુખી હનુમાનજી મંદિર સ્વયંભૂ બાળ હનુમાનજી મંદિરને ભવ્ય રોશની થી શણગારવામાં આવ્યું હતું. ભગવાન રામના આગમનને પગલે નગરજનોમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. ત્યારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને બનાવવા માટે લીમખેડા રામજી મંદિર મા છેલ્લા 24 કલાક થી અવિરત રામધુન અને ભજન-કિર્તન કરવામા આવ્યુ હતુ, અને આજે વહેલી સવારે જય જય શ્રીરામના નારા સાથે પ્રભાતફેરી કાઢવામા આવી હતી. ત્યારબાદ સવારે 10 વાગ્યે ભગવાનની વિશેષ આરતી કરવામા આવી હતી. ત્યારબાદ ભગવાન શ્રીરામની ડીજેના માધ્યમથી ભક્તિ સંગીતના સૂરો વચ્ચે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી. ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં ભગવા ધજાઓ સાથે નગરજનો જોડાયા હતા શોભાયાત્રા નગરમાં મુખ્ય માર્ગો પર ફરતા સમગ્ર લીમખેડા નગર રામમય બન્યું હતું. આજે સવારથી જ નગરજનોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ભગવાન શ્રીરામના વધામણા કર્યા હતા. શોભાયાત્રા બાદ ભગાવાન શ્રીરામની મહા પ્રસાદી નો લાભ લઇ શ્રીરામ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
દાહોદ જીલ્લામા આજે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જીલ્લાભરના મંદિર ખાતે મહાઆરતી ભજન કિર્તન ભંડારો સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે વહેલી સવારેથી જ પ્રભાત ફેરી ભજન કીર્તન સાથે રામભક્તોએ ઉત્સવની શરૂઆત કરી હતી.
જીલ્લાભરમાં ઠેર ઠેર ગરબા, ભજન કિર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. અયોધ્યામા ચાલી રહેલ કાર્યક્રમને લાઈવ નિહાળવા માટેનો કઊઉ સ્ક્રીન પણ લગાવવામા આવી છે. તેમજ સાંજના સમયે સુંદરકાંડ તેમજ આતસબાજી તેમજ દરેક ઘરે દીપ પ્રાગટ્ય કરીને દિવાળી જેવો ઉત્સવ મનાવવામા આવનાર છે. જીલ્લામાં ઠેર ઠેર બેનરો પોસ્ટરો ધજાઓ સાથી ભગવા રંગથી રંગાયેલ તોરણો થી શણગાર કરવામાં આવ્યો છે. દાહોદ શહેર સહિત તાલુકાઓમાં મંદિરોને લાઈટ ડેકોરેશનથી શણગાર કર્યો છે.