દાહોદ,દાહોદ જીલ્લામાં લોકસભાની ચુંટણીની ધીમી ગતિએ શરૂઆત થઈ ચુંકી છે. ચુંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ચુંટણી વિભાગ દ્વારા 18 જેટલી જગ્યાઓ ઉપર નવનિયુક્તિઓ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. 2024માં લોકસભાની ચુંટણીને લઈ ચુંટણી તંત્ર કામે લાગી ગઈ છે.
દાહોદ જીલ્લામાં લોકસભાની ચુંટણીને લઈ વહીવટી તંત્ર તેમજ ખાસ કરીને ચુંટણી તંત્ર ઈલેક્શન મોડમાં આવી ગયું છે. 2024માં યોજાનાર લોકસભાની ચુંટણીને લઈ દાહોદ જીલ્લા ચુંટણી પંચ દ્વારા અત્યારથીજ તૈયારીઓને આરંભ કરી દીધી છે. દાહોદ જીલ્લામાં ચુંટણી વિભાગની 18 જેટલી જગ્યાઓ ઉપર નવનિયુક્તિ કરવામાં આવી છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પણ લગભગ પુર્ણ થવા આવ્યો છે. આ પહેલા ઈવીએમની ચકાસણી નવરાત્રી પહેલા પુર્ણ કરવામાં આવી હતી. જીલ્લાકક્ષાએ પણ ચુંટણી વિભાગમાં નિયુક્તિઓ પુર્ણ કરવામાં આવી છે. આવનાર સમયમાં પણ વધુ નિયુક્તિ કરવામાં આવશે તેમ જણાઈ રહ્યું છે. લોકસભાની ચુંટણીને લઈ દાહોદ જીલ્લા ચુંટણી તંત્ર ઈલેક્શન મોડમાં આવી ગયું છે. દાહોદ જીલ્લામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાના ટક્કર રહેવાની છે. દાહોદ જીલ્લા ભાજપા દ્વારા અત્યારથીજ ચુંટણી પ્રચારની તૈયારીઓ કરી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે કોંગ્રેસની અત્યાર સુધી કોઈ પ્રકારની હીલચાલ જોવા મળી નથી. દાહોદ જીલ્લામાં વિધાનસભાની તમામ બેઠકો ભાજપના કબજે છે ત્યારે આ વખતે પણ કોંગ્રેસ માટે દાહોદ જીલ્લામાં લોકસભાની ચુંટણીમાં જીતવા માટે એડી જોટીનું જોર લગાવવું પડશે, તેમ કહીએ તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય. આ વખતે દાહોદ જીલ્લામાંથી કોંગ્રેસ પાર્ટીમાંથી લોકસભાની ટીકીટ કોને આપવામાં આવશે ? તેની ચર્ચાઓએ પણ ભારે જોર પકડ્યું છે.