- ચૂંટણીલક્ષી ફરિયાદ માટે પર 1800 233 0053 નંબર પર (24×7) ફોન કરી સંપર્ક કરી શકાશે.
દાહોદ, દાહોદ જીલ્લામાં આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદ માટેનો કંટ્રોલ જીલ્લા સેવાસદન છાપરી ખાતે સ્માર્ટ સિટી ગ્રીન બિલ્ડિંગ ખાતે રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જીલ્લાના નાગરિકો આ કંટ્રોલરૂમમાં ચૂંટણીલક્ષી બાબતો માટે ફરિયાદ નોંધાવી શકે છે. ચૂંટણીલક્ષી ફરિયાદ માટે અને ખર્ચ નિયંત્રણ સંબંધિત વિગતો-ફરિયાદ માટે કંટ્રોલ નંબર પર 1800 233 0053 (24×7) પર ફોન કરી ફરિયાદ રજૂ કરી શકાય છે. જીલ્લાકક્ષાએ 1950 પર ચૂંટણી કાર્ડ સંબધિત જાણકારી મેળવી શકાશે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા મોબાઈલ એપ્લિકેશન c-VIGIL લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન મારફતે કોઈપણ નાગરિક આચારસંહિતા તથા ખર્ચ વિષયક ફોટોગ્રાફી/ વીડિયોગ્રાફી સાથેની કોઈપણ ફરિયાદ અપલોડ કરી શકશે. રજૂ થયેલી ફરિયાદોનું ફ્લાઈંગ સ્કવોડ દ્વારા 100 મિનિટમાં જે-તે સ્થળ પર પહોંચી જઈ નિકાલ કરવામાં આવશે, તેમ દાહોદ જીલ્લા ચુંટણી અધિકારી અને જીલ્લા મેજીસ્ટ્રેટ યોગેશ નિરગુડેએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.