દાહોદ જીલ્લામાં લગ્નના ઈરાદે સગીરાના અપહરણના બે બનાવો અંગે ફરિયાદ નોંધાઈ

દાહોદ,

દાહોદ જિલ્લામાં પત્ની તરીકે રાખવાના ઈરાદે સગીરાના અપહરણના જુદી જુદી જગ્યાએ બનેલા બે બનાવો જે તે પોલિસ મથકે નોંધાયાનું જાણવા મળ્યું છે.

સગીરાના અપહરણના દાહોદ જિલ્લામાં બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ દે.બારીયા તાલુકાના નાની મંગોઈ ગામે બનવા પામ્યો હતો. જેમાં દે.બારીયાના બૈણા ગામનો સંજયભાઈ હમીરભાઈ પટેલ નામનો યુવાન તા. 10-9- 2022ના રોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે નાની મંગોઈ ઠાકોર ફળિયામાં રહેતી 17 વર્ષીય સગીરાને પત્ની તરીકે રાખવાના ઈરાદે પ્રેમના પાઠ ભણાવી, પટાવી, ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હતો. આ મામલે અપહૃત સગીરાના પિતાની ફરિયાદને આધારે સાગટાળા પોલિસે અપહરણનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

જ્યારે જિલ્લામાં સગીરાના અપહરણનો બીજો બનાલ લીમખેડાના જેતપુર(દુ) ગામે બનવા પામ્યો હતો. જેમાં લીમખેડા તાલુકાના મોટીવાવ ગામના સેવનીયા ફળિયામાં રહેતો હસમુખભાઈ મોટીવાવ ગામના સેવનીયા ફળિયામાં રહેતો હસમુખભાઈ મહેશભાઈ ચૌહાણ નામનો યુવક મોટીવાવ ગામની 17 વર્ષ 11 માસની ઉમરની સગીરાનું પત્ની તરીકે રાખવા પ્રેમના પાઠ ભણાવી, પટાવી, ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હતો. આ સંબંધે અપહૃત સગીરાની પાતાએ નોંધાવેલી ફરિયાદને આધારે લીમખેડા પોલિસે અપહરણનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.