દાહોદ જીલ્લામાં લગભગ બે માસમાં 2.02 કરોડ રૂપીયાનો દારૂ ઝડપાયો તેને નાશ કરવાની પ્રક્રિયા વહેલા શરૂ કરાશે ???

દે.બારીયા, દાહોદ જીલ્લો રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદી જીલ્લો છે. આપણા ગાંધીના ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ છે. જ્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં દારૂ ઉપર છુટ હોવાના કારણે સરહદી આપણા જીલ્લાના બુટલેગરો આપણા તરફ દારૂને ધુસાડવા ખેપીયાઓ થકી ભરચક પ્રયત્નો કરતા હોય છે અને તેમાં સફળ પણ થાય છે. જેથી કરોડોનું આપણા રાજ્યમાંં પકડાય છે અને તેનાથી વધારે પીવામાં આવે છે અને છેલ્લા બે માસના સમયમાં 2.02 કરોડ રૂપીયાનો દારૂ ખાલી આપણા દાહોદ જીલ્લાની પોલીસે ઝડપ્યો છે. તેને વહેલામાં વહેલી તકે નાશ કરવાની પ્રક્રિયાને ઝડપથી પુરી કરવી રહી તો જ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો ખરો અમલ થયો ગણાશે. ગત વર્ષમાં પીપલોદ આઉટ પોસ્ટ પોલીસ ચોકીના હદમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ પકડીને પીપલોદમાં સોંપી હતી. તે દારૂ માંથી અમુક કાર્ટુન પોલીસના કર્મીઓ સગેવગે કરાતો વિડીયો વાયરલ થતા જીલ્લા પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો. જેથી પકડાયેલા દારૂના જથ્થાને નાશ કરવાની પ્રક્રિયાને ઝડપથી પુરી કરાય તેવી ગાંધી પ્રેમીઓની માંગ ઉઠવા પામી છે. આપણા ગુજરાતને નશા મુકત કરાશે સાથે સાથે પકડાયેલા દારૂ જથ્થાને સી.સી. ફુટેજના સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવે તો તેમાંથી દારૂનો જથ્થો સગેવગે ના થઈ શકે તેવી જોગવાઈઓને અમલવારીમાં લાવી અત્યંત જરૂરી બની છે.