દાહોદ,દાહોદ જિલ્લામાં આજરોજ જુનીયર ક્લાર્ક સંવર્ધકની પરીક્ષા આજરોજ શાંતિપુર્ણ રીતે પરીક્ષાનો આરંભ થયો હતો. દાહોદ જિલ્લામાં આ પરીક્ષામાં 28260 જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી. પરીક્ષાને અનુલક્ષીને પોલીસ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
દાહોદ જિલ્લામાં જુનીયર ક્લાર્ક સંવર્ધક પરીક્ષામાં જિલ્લામાં કુલ 81 જેટલા પરીક્ષા કેન્દ્રો ખાતે કુલ 28260 જેટલા પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. સરકારની ગાઈડલાઈન તેમજ દાહોદ જિલ્લા કલેક્ટરના જાહેરનામાને ધ્યાને લઈ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓને સાદી પેન અને સાદી ઘડીયાળ સાથેજ પરીક્ષા કેન્દ્ર ખાતે પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે મોબાઈલ, સ્માર્ટ તેમજ પોતાની સાથે લાવેલા સામાન જેવી ચીજ વસ્તુઓને પરીક્ષા કેન્દ્રો બહારજ મુકાવી દેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક થતાં સરકારની પ્રતિક્ષા દાવ પર લાગી હતી. જે બાદ ભરતી અંગે યોજાનારી પરીક્ષા માટે તૈયારીઓ સંપુર્ણ જવાબદારી આઈ.પી.એસ. અધિકારીને સોંપવામાં આવી હતી. જે બાદ પોલીસ તંત્ર તેમજ વહીવટી તંત્ર દ્વારા પેપર લીક જેવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે અંગેના તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યાં હતાં અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પેપર ગાંધીનગરથી દાહોદ લાવવામાં આવ્યાં હતા. જ્યાં ઈન્ચાર્જ એસ.પી., કલેક્ટર તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓની હાજરીમાં વીડીયોગ્રાફી સાથે આ પેપર સેટને સ્ટ્રોગ રૂમમાં મુકવામાં આવ્યાં હતાં અને આજરોજ નીયત પરીક્ષા કેન્દ્રો ખાતે આ પેપર સેટ તમામ બંદોબસ્ત સાથે તેમજ ઝીણવટ તપાસમાં પહોંચાડવામાં આવ્યાં હતા. તો બીજી તરફ પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓની પોલીસ દ્વારા સામાન્ય ચેકીંગ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્યારે હાલ કોરોના સંક્રમણના પગલે જિલ્લા આરોગ્ય વિભાગ પણ પરીક્ષા કેન્દ્રો ખાતે જોવા મળ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે પેરામીટર ગન દ્વારા પરીક્ષાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું. સાથે સાથે તમામ ઉમેદવારોને સેનેટાઈઝર દ્વારા હાથ સાફ કરાવ્યાં બાદ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, શાંતિપુર્ણ રીતે જુનીયર ક્લાર્કની પરીક્ષા પુર્ણ થઈ હતી.