દાહોદ, દાહોદ જીલ્લામાં આકસ્મીક મોતના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ ઝાલોદ તાલુકાના ફુલપુરા ગામે રાત્રીના સમયે બનવા પામ્યો હતો. જેમાં ફુલપુરા ગામના ચોરા ફળિયામાં રહેતા 45 વર્ષીય મગનભાઈ તેરસીંગભાઈ ડામોરની પત્ની આશરે 42 વર્ષીય રમીાબેન મગનભાઈ ડામોરે કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે રાતે પોતાના ઘરમાં લાકડાના સરા સાથે દોરડું બાંધી દોરડા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ ચાકલીયા પોલીસને કરાતા ચાકલીયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃત્તક રમીલાબેન ડામોરની લાશને લાકડાના સરા પરથી નીચે ઉતારી લાશનું પંચનામું કરી લાશને પી.એમ.માટે ઝાલોદ સરકારી દવાખાને મોકલી મોકલી આ સંદર્ભે સી.આર.પી.સી. 174 મુજબ આકસ્મીક મોતના ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે જીલ્લામાં આકસ્મીક મોતનો બીજો બનાવ દાહોદ તાલુકાના ડોકી ગામે તળાવ ફળિયામાં બનવા પામ્યો હતો જેમાં ડોકી ગામના તળાવ ફળિયામાં રહેતા 35 વર્ષીય રાજુભાઈ મંગળીયાભાઈ ગણાવા ગઈકાલે સવારે સાત વાગ્યાના સુમારે તેના ઘરના આંગણામાં કચરો વાળતો હતો. તે વખતે તેને કાળોતરો કરડી જતાં તેની હાલત અત્યંત ગંભીર બની જતાં તેને સારવાર માટે લઈ જવામાં આવે તે પહેલાં જ સ્થળ પર જ તેનું મોત નિપજ્યું હતું. આ સંબંધે ડોકી ગામના તળાવ ફળિયામાં રહેતા રમણભાઈ મંગળીયાભાઈ ગણાવાએ દાહોદ તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસે આ સંદર્ભેે સી.આર.પી.સી. 174 મુજબ આકસ્મીક મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.