દાહોદ જીલ્લામાં હોળી-ધુળેટીના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ

દાહોદ,

દાહોદ જિલ્લામાં હોળી, ધુળેટી પર્વની લોકોએ હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. હોળી પ્રગટાવી લોકોએ હોળીની ઉજવણી કરી હતી તો ધુળેટીના દિવસે લોકોએ આ વખતે બે દિવસ ધુળેટી પર્વની મજા માણી હતી. હોળી પછી એક દિવસ પડતર હોવાને કારણે પડતર દિવસે પણ લોકો ધુળેટી ઉજવી હતી અને બીજા દિવસે ધુળેટી પર્વ હોવાથી ધુળેટીની પણ ઉજવણી કરી હતી.

હોળી ધુળેટી પર્વની આ વખતે લોકો ઉમંગ સાથે અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી ઉજવણી કરી હતી. આ વર્ષે હોળીના દિવસે કમોકસમી વરસાદ પડતાં મહદઅંશે હોળી પર્વની રાત્રીએ લોકોની હોળીની ઉજવણીમાં રંગમાં ભંગ જરૂર પડ્યો હતો, પરંતુ ત્યાર બાદ પણ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ વર્ષે હોળી પછી પડતર દિવસ હોવાને કારણે લોકોએ હોળી પછી બે દિવસ ધુળેટીની ઉજવણી કરી હતી. હોળીના દિવસે લોકોએ હોળી માતાની પુજા, અર્ચના કરી હોળી માતાની પુજા કરી હતી. ધુળેટી પર્વના દિવસે લોકોએ એકબીજાને અબીલ, ગુલાલ છાંટી એકબીજાને રંગ છાંટી અને શુભેચ્છાઓ પાઠવી હતી.