દાહોદ, ગરબાડા તાલુકામાં રહેતી બે યુવતીઓ ગત તા.10મી માર્ચના રોજ ગરબાડા નગરમાં અનાજ માર્કેટની બાજુમાં આવેલ એક કપડાની અને ફુટવેરની દુકાનમાં ખરીદી કરવા ગયા હતા. જ્યાં ગરબાડા તાલુકાના ખારવા ગામે હોળી ફળિયામાં રહેતો કૈલાસભાઈ જાલુભાઈ ગુંડીયા ત્યાં આવ્યો હતો અને બંન્ને યુવતીઓને શારિરીક અડપલા કરી છેડતી કરતાં બંન્ને યુવતીઓએ બુમાબુમ કરી મુકતાં કૈલાશભાઈ ત્યાંથી નાસી ગયો હતો.
આ સંબંધે છેડતીનો ભોગ બનેલ બે પૈકી એક યુવતીએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.