- જીલ્લા પંચાયત ના પ્રમુખ નો સમય કાળ પૂર્ણ થયા બાદ તેનો ઉપયોગ કર્યો.
દાહોદ, દાહોદ જીલ્લામાં નકલી કચેરી કૌંભાંડ બાદ નકલી લેટર પેડનો મામલો સામે આવ્યો છે. જેમાં દાહોદ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના નકલી લેટરપેડનો ઉપયોગ કરી જીલ્લા પંચાયતના સંસોધન અધિકારી વિરૂધ્ધ બદલી કરવાનો લેટર ગાંધીનગરના સચિવને મોકલવામાં આવતાં આ મામલે દાહોદ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દ્વારા આ મામલે ખુલાસો જાહેર કરી આ મામલે ગાંધીનગર સચિવને રજુઆત કરી આ પોતાનો જેતે સમયનો લેટરપેડ તદ્દન પાયાવિહોણો હોવાનું જણાવ્યું હતું.
દાહોદ જીલ્લામાં નકલી કચેરી કૌંભાંડનો મામલો હજુ ચાલી રહ્યો છે અને તેમાંય એકપછી એક આરોપીઓ જેલના સળીયા પાછળ છે ત્યારે દાહોદ જીલ્લામાં ભુકંપ સર્જે તેવો વધુ એક મામલો સામે આવ્યો છે. જેમાં દાહોદ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શિતલબેન વાઘેલાના નામનો નકલી લેટરનો કોઈક અજાણ્યા ઈસમે ઉપયોગ કરી ગાંધીનગરના સચિવ (આયોજન) વિભાગને સંબોધી જણાવ્યું હતું કે, જીલ્લા આયોજન કચેરી ખાતે ફરજ બજાવતા સંસોધન અધિકારી તરીકે કલ્પેશ ચોટલીયા આયોજન કચેરી ખાતે પોતાનું મનસ્વી મનસ્વી વર્તન રાખી સેવા બજાવતાં હોય તેઓની બદલી કરવામાં આવે, તેવું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ લેટર તારીખ 25.09.2023ના રોજ મોકલવામાં આવ્યો હતો. ત્યારે દાહોદ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શિતલબેન વાઘેલાનો અઢી વર્ષનો કાર્યકાળ તારીખ 16.09.2023ના રોજ સમાપ્ત થઈ ગયો હતો. જેથી કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ખોટી રીતે જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખના લેટરપેડનો ઉપયોગ કરી રજુઆત કરી હતી. આ રજુઆત તદ્દન પાયાવિહોણી ગેરવ્યાજબી હોવાનું જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શિતલબેન વાઘેલાએ જણાવી આ મામલે ગાંધીનગર સચિવને લેખિત રજુઆત કરી જણાવ્યું હતું.