દાહોદ,દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના ગુમલી ગામે નદી ફળિયામાં રહેતા કનુભાઈ જુવાનસિંહ બારીયા તથા તેનો નાનો ભાઈ એમ બંને જણા તેમના કુટુંબમાં સામાજીક પ્રસંગ હોઇ જેથી તેમના ઘરેથી ગાતરોજ સવારે આઠ વાગ્યાના સુમારે જઈ રહ્યા હતા. તે વખતે તેમના કુટુંબના ફતેસિંહભાઈ પ્રતાપભાઈ બારીયા, જીતેન્દ્રભાઈ ફતેસિંગ બારીયા તથા મહેન્દ્ર ફતેસિંગભાઈ બારીયા એમ ત્રણેય જણા હાથમાં લાકડીઓ લઈ દોડી આવી, અમે અમારી જમીનનો કેસ જીતી ગયા છીએ. અને તમે કેમ વારસાઈ કરવા દેતા નથી ? તેમ કહી બેફામ ગાળો બોલતા, કનુભાઈ જુવાનસિંહ બારીયા તેઓને ગાળો બોલવાની ના પાડતા તે ત્રણે જણા એકદમ ઉશ્કેરાયા હતા અને કનુભાઈ બારીયા તથા તેના ભાઈ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. અને થોડીવાર પછી વધુ બુમાબૂમ થતા લખાભાઇ ઉર્ફે લક્ષ્મણભાઈ જુવાનસિંહ બારીયા, કોરમભાઈ જુવાનસિંહ બારીયા તથા કનુભાઈ બારીયાનો છોકરો સુભાષ ઉર્ફે સબૂત ભાઈ કનુભાઈ બારીયા વગેરે દોડી આવ્યા હતા અને કનુભાઈ બારીયાને બચાવવા વચ્ચે પડતા ફતેસિંગ બારીયાએ લક્ષ્મણ ઉર્ફે લખાભાઇને તથા જીતેન્દ્રભાઈ બારીયાએ રમેશભાઈ બારીયાને શરીરે લાકડીઓનો મારી ઇજા કરી તથા મહેન્દ્ર ભાઈ બારીયાએ ઝપાઝપી કરી હતી અને થોડીવાર પછી મહેશભાઈ બારીયા તથા સુરેશભાઈ બારીયાએ પણ લાકડીઓ વડે માર મારી ઇજાઓ કરી તેઓએ જતા જતા પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી હતી. આ સંબંધે ગુમલી ગામે નદી ફળિયામાં રહેતી 52 વર્ષીય શારદાબેન કનુભાઈ બારીયાએ તેના કુટુંબના અને ફળિયાના ફતેસિંગભાઈ પ્રતાપભાઈ બારીયા, જીતેન્દ્રભાઈ ફતેસિંગભાઈ બારીયા, મહેન્દ્રભાઈ ફતેસિંગભાઈ બારીયા, મહેશભાઈ બાબુભાઈ બારીયા તથા સુરેશભાઈ પ્રતાપભાઈ બારીયા વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદને આધારે ધાનપુર પોલીસે ઈપીકો કલમ 323,504,506(2), 114 તથા જી પી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.