દાહોદ જીલ્લામાં ધાડ લૂંટ જેવા સંખ્યાબંધ ગુનાઓ આચારનાર આંતરરાજય ગેંગ સહીત 9 વોન્ટેડ આરોપી LCB ના સકજામાં

  • મધ્યપ્રદેશની રાણાપુર ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત પાંચ સભ્યો જેલ હવાલે : ઘણાં વર્ષોથી વોન્ટેડ 4 આરોપીને પોલીસે દબોચ્યા.

દાહોદ, દાહોદ LCB પોલીસે આંતર રાજ્ય લૂંટ,ધાડ ઘરફોડ જેવી ચોરીઓને અંજામ આપી વર્ષોથી નાસતા ફરતા 9 આરોપીઓને હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનિકલ સોર્સના માધ્યમથી ગરબાડા મધ્યપ્રદેશ અને રાજસ્થાન ખાતેથી ઝડપી જેલ ભેગા કર્યા છે. પોલીસે પકડેલા 9 જેટલા વોન્ટેડ આરોપીઓમાં સંખ્યાબંધ ધાડ, લૂંટ જેવા ગુના આચારનાર મધ્યપ્રદેશની ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ગેંગના પાંચ સભ્યોને ઝડપી લીધા છે.

દાહોદ જીલ્લા તેમજ આંતરરાજ્ય અને ગુજરાતના અલગ અલગ જીલ્લાઓમાં લૂંટ ધાડ ઘરફોડ જેવી ચોરીની ઘટનાઓને અંજામ આપી વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી જેલ ભેગા કરી અને સમાજમાં ફરી આવી કોઈ પ્રવૃત્તિનું રૂપ ધારણ ન કરે તે માટે જીલ્લા પોલીસવડા ડો.રાજદીપસિંહ ઝાલા દ્વારા વર્ષોથી નાસતા ફરતા અને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટેની ઝુંબેશ ઉપાડવામાં આવી છે અને જેને લઈને 11 વર્ષથી તેમજ છ વર્ષથી અને ચાર વર્ષથી જુદા જુદા ગુનાઓમાં લૂંટા ધાડ ઘરફોડ જેવી ચોરીઓના ગુનાઓમાં નાસતા ફરતા 9 આરોપીઓને એલસીબી પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સના માધ્યમથી ઝડપી તેઓને એલસીબી પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા. જેમાંથી ઝડપાયેલા આરોપીઓ માંથી (1) રસુલ ઉર્ફે રસુ કલજી મહિડા રહેવાસી-રાજસ્થાન કુશલગઢ, (2) સુમલા ઉર્ફે ખુમલા મંડોડ રહેવાસી- ગુલબાર, તાલુકા-ગરબાડા, જીલ્લા. દાહોદ (3) કલેશ માજુ ભુરીયા રહેવાસી- ધાનપુર, જીલ્લા- દાહોદ, (4) વાલચંદ ધુલીયા પરમાર રહેવાસી- વરમખેડા, તાલુકા. જીલ્લા -દાહોદ (5) સંજય ઉર્ફે કાળો જવસીંગભાઈ ડામોર રહેવાસી-રાણાપુર, ઝાબુઆ, મધ્યપ્રદેશ (6) મિથુન મગન ડામોર રહેવાસી- રાણાપુર, ઝાબુઆ, મધ્યપ્રદેશ (7) રાકેશ ગોરચંદ ડામોર રહેવાસી- રાણાપુર, ઝાબુઆ, મધ્યપ્રદેશ (8) અર્જુન સુભાસ ડામોર રહેવાસી- રાણાપુર, ઝાબુઆ, મધ્યપ્રદેશ (9) વિજય ગફુર ગણાવા રહેવાસી-ખરેલી ગામ, ગરબાડા તાલુકા જીલ્લા દાહોદ, દાહોદ એલસીબી પોલીસે આવા તમામ વિવિધ ગુનાઓમાં વર્ષોથી નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સના માધ્યમથી તેમના વિવિધ ઠેકાણા ઉપરથી ઝડપી પોલીસ હેડક્વાટર ખાતેથી તેઓને રજૂ કરી અને જેલ ભેગા કરવામાં આવ્યા હતા.