દાહોદ જિલ્લામાં ચૂંટણી કામગીરી બાબતે કેટલા કર્મચારીઓને અન્યાય થયો હોવાની બૂમોથી ઉહાપોહ

  • વર્ષોથી ચૂંટણી પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓ સાથે સોતેલો વ્યવહાર.
  • વર્ષોથી નોકરી કરી રહેલા કર્મચારીઓએ ચૂંટણી ફરજ સ્વીકારી નથી: દર વખતે જૂની યાદીઓ રિપીટ કરી ચૂંટણી ફરજ માં મુકાતા કર્મચારીઓમાં ઉગ્ર કચવાટ.
  • રાજકીય નીકળતા ધરાવતા કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયામાં સામેલ કરાતા ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા કેટલી..??

દાહોદ,

ગુજરાત વિધાનસભાની ચૂંટણી મહા સંગ્રામની જાહેરાત થતા ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે ચૂંટણી પંચના આદેશો અનુસાર ગુજરાત રાજ્યમાં સમાવિષ્ટ તમામ જિલ્લાઓમાં જે તે વિધાનસભા બેઠકોમાં સમાવિષ્ટ તમામ પૃથોમાં ચૂંટણી ફરજના ભાગરૂપે ચૂંટણી અધિકારીના મોનીટરીંગ હેઠળ થરાદમાં ભાગ લેનાર અધિકારી કર્મચારીઓને ચૂંટણી સંબંધી તાલીમના હુકમો કરવામાં આવ્યા છે અને તાલીમની પ્રક્રિયા ચાલુ છે. ત્યારે ચૂંટણી તાલીમ કેન્દ્રો પર કેટલાક કર્મચારીઓમાં કચવાટ સાંભળવા મળી રહ્યો છે. જે તે શાળામાં ફરજ બજાવતા કર્મચારીઓ કે જેઓ વર્ષોથી ચૂંટણી જ્યારે આવતી હોય ત્યારે સંબંધિત વિભાગ મારફતે જૂની યાદીઓ જિલ્લાના ચૂંટણી અધિકારીને મોકલવામાં આવે છે. જ્યારે કેટલાક કર્મચારીઓ એવા પણ છે કે જેઓ વર્ષોથી ફરજ બજાવે છે. છતાંય તેઓએ તેઓના ચૂંટણી તાલીમના હુકમો લીધેલ નથી. જેવી ઉગ્ર કચવાટો તાલીમ કેન્દ્ર મથકો પર સાંભળવા મળી રહી છે. જ્યારે પ્રશ્ર્ન એ ઉપસ્થિત થાય છે કે જ્યારે પણ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જાહેર થાય એ ચૂંટણી ગ્રામ પંચાયત હોય તાલુકા જિલ્લા પંચાયત હોય કે પછી વિધાનસભા લોકસભાની ચૂંટણી હોય ત્યારે ચૂંટણી પંચની જરૂર જણાય એ પ્રમાણે યોગ્ય તાકીદ સાથે યાદી મંગાવવામાં આવતી નથી. માત્ર વર્ષો જૂની યાદીઓ રિપીટ થિયરીનો ભાગ બનતા વર્ષોથી ચૂંટણીની કામગીરી કરતા કર્મચારીઓમાં જે ચૂંટણીમાં જોતરાયેલા સંબંધિત અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા પારદર્શક માહોલમાં સંપન્ન થાય તે માટે જ્યારે પણ ચૂંટણી જાહેર થાય ત્યારે વારંવાર વ્યક્તિને ચૂંટણીમાં મહત્વ ન આપતા અન્ય કર્મચારીઓ કે જેઓ આ કામગીરી કરી જ નથી તેવા કર્મચારીઓને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવે તો ચૂંટણી પ્રક્રિયાને પારદર્શકતા ની વ્યસ્ત કલગીમાં વધારો થઈ શકે તેમાં કોઈ બે મત નથી. હાલ જ્યારે દાહોદ જિલ્લામાં કેટલાક કર્મચારીઓ સરકારી અર્થ સરકારી પરંતુ ક્યાંક ને ક્યાંક વર્ષોથી ચૂંટણી પ્રક્રિયામાં જોતરાયેલા કર્મચારીઓની રાજકીય વ્યક્તિ સાથે નીકટતા સંબંધોને નકારી શકાય તેમ નથી. જે અમોફલક પર છે અને આવા કર્મચારીઓ દ્વારા ચૂંટણી પારદર્શિતા આડે અવરોધો ઊભા કરી શકવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે. કર્મચારીઓ પ્રત્યે સમદ્રષ્ટિ કોણ રાખી તમામને ન્યાય અપાવી સુધારૂં આયોજન કરવામાં આવે તેવી અસંતોષ કર્મચારીઓની લાગણી તેમજ માંગણી છે. કેટલીક ગર્ભવતી મહિલાઓના પણ ચૂંટણીઓના હુકમ નિકાળ્યા છે. એટલું જ નહીં કોઈકના પરિવારમાં ગંભીર બીમારીથી પીડાતા પરિવારજનોની રજૂઆત ને પણ નિગાહે લેવામાં આવી નથી. કેટલાક મીડિયા સાથે પરોક્ષ રીતે સંકળાયેલા વ્યક્તિ કે જેના રાજકીય સંબંધો હોય છે. આવી વ્યક્તિઓને પણ ચૂંટણીના હુકમો મળેલ છે. જે બાબતે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા હેતુ લીલા ચૂંટણી અધિકારી યોગ્ય તે વિચાર કરે તેવી અસંતોષ કર્મચારીઓની હૈયા વરાળ છે. શું આ અંગે જિલ્લા ચૂંટણી પારદર્શિતા દિશામાં કોઈ નક્કર નિર્ણય લેશે ખરા..?? તે જોવું રહ્યું.