દાહોદ,
દાહોદ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન જુદી જુદી જગ્યાએ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણ જણા સ્થળ પર જ કાળનો કોળીયો બન્યાનું જાણવા મળેલ છે.
દાહોદ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતના બનેલા ત્રણ બનાવો પૈકીનો એક બનાવ અમદાવાદ-ઈન્દૌર હાઈવે પર આવેલ દાહોદ તાલુકાના જેકોટ ગામે યુટર્ન ઉપર ગતસાંજે સાડા પાંચ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો જેમાં એક ટ્રક ચાલક તેના કબજાની જીજે-16 ઝેડ-4010 નંબરની ટ્રક રોંગ સાઈડમાં પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી સામેથી આવતા આર જે 47 જીએ-5594 નંબરના ક્ધટેનર સાથે અથડાવી દેતા કંટેનરનો કેબીનનો ભાગ તુટી છુટ્ટો પડી જતાં ટ્રક ક્ધટેરના કેબીન ઉપર પલ્ટી મારતા કેબીનમાં ક્ધટેનરનોડ્રાયવર 26 વર્ષીય બલવીન્દર સીંગ દલવીરસીંગ જાટ દબાઈ જતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. કંટેનરના કેબીનમાં પણ આગ લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં દાહોદ તાલુકા પોલિસની સાથે સાથે આસપાસમાં રહેતા લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ સંબંધે અમૃતસરના વેરકા ગામના અમીરસીંગ વીન્દરસીંગ મેરાએ નોંધાવેલ ફરિયાદને આધારે ટ્રકના ડ્રાયવર વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલિસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. ગમખ્વાર અકસ્માતનો બીજો બનાવ લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે ગતમોડી સાંજના સાડા છ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો જેમાં એક ટ્રેક્ટર ચાલક તેના કબજાનું જીજે 20 એ.એચ-9520 નંબરનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી મોટી બાંડીબાર ગામના લબાના ફળિયામાં રહેતા 36 વર્ષીય જયેશભાઈ કરમચંદ લબાનાને ટક્કર મારી રોડ પર પાડી દઈ પોતાના કબજાનું ટ્રેક્ટર લઈ નાસી જતાં જયેશભાઈ કરમચંદ લબાનાને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ સંબંધે મોટી બાંડીબાર ગામના કબાના ફળીયામાં રહેતા લક્ષીલકુમાર છત્રસિંહ લબાનાએ નોંધાવેલી ફરિયાદને આધારે લીમખેડા પોલિસે ટ્રેક્ર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે જિલ્લામાં ગમખ્વાર અકસ્માતનો ત્રીજો બનાવ ગરબાડા તાલુકાના ખજુરીયા ગામે મોડી રાતના સાડા ત્રણ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો જેમાં ગરબાડા તાલુકાના છરછોડા ગામના પટેલ ફળિયામાં રહેતા હીતેશભાઈ બાબુભાઈ ભાભોર તેના કબજાની જીજે-06 જી-ઈ-7745 નબરની ક્રુઝર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી ખજુરીયા ગામે પરમાર ફળિયામાં રોડની સાઈડમાં આવેલ બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં ક્રુઝર ચાલક હીતેષભાઈ બાબુભાઈ ભાભોરને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર મોત નિપજ્યું હતું. આ સંબંધે છરછોડા ગામના પટેલ ફળિયામાં રહેતા મરણજનાર હીતેષભાઈ ભાભોરના મોટાભાઈ રાહુલભાઈ બાબુભાઈ ભાભોરે નોંધાવેલ ફરિયાદને આધારે જેસાવાડા પોલિસે મરણજનાર હીતેષભાઈ ભાભોર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.