દાહોદ, દાહોદ જીલ્લામાં બનાવટી હુકમો કરી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કરનાર તેમજ 73 એએની જમીન ગેરકાયદેસર તબદીલ કરવાની મંજુરી આફનાર સામે સખ્ત કાર્યવાહીની માંગણી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જીલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, તાજેતરમાં દાહોદ જીલ્લામાં બનાવટી હુકમો અને પુરાવા ઉભા કરીને બિનખેતીના બનાવટી હુકમો દ્વારા સરકારને મળવાપાત્ર પ્રિમીયમની કરોડો રૂપીયાની રકમનું નુકસાન થયેલાનું જાહેર થયેલ છે, તેમજ કેટલાંક કિસ્સાઓમાં જમીન મહેસુલ કાયદાની કલમ 73એએની પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનો ગેરકાયદેસર રીતે તબદીલ માટે મંજુર કરીને ભ્રષ્ટાચાર આચરેલો હોવાનું જણાય છે. જેમાં દાહદોદ જીલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં બિનખેતીના થયેલા હુકમોનું ગામના દફતરે પડેલ નોંધ સાથે ચકાસણી કરીને ગેરરીતી આચરવામાં આવેલી હોય તેવા કેસોમાં તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા, કેટલાંક નવી શરતની જમીનના કેસોમાં સરકારને કરોડો રૂપિયાનું પ્રિમીયમ મળવા પાત્ર થતું હોય છે. આવા કેસોમાં બનાવટી હુકમો દ્વારા સરકારને મળવાપાત્ર પ્રિમીયમમાં નુકસાન થયું છે. તેની તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવનાહી કરવા તેમજ પ્રિમીયમની રકમ વસુલ કરવા કાર્યવાહી કરવા તેમજ દાહોદ શહેરની આજુબાજુના નજીકના વિસ્તારોમાં કેટલીક જમીનો જમીન મહેસુલ કાયદાની કલમ 73એએના નિયંત્રણ હેથળ હોવા છતાં બિનઆદિવાસીઓના નામે તબદીલ થયેલી છે. આવી જમીનો કાયદાની જોગવાઈ મુજબ મુળ માલિકોને પરત કરવા કાર્યવાહીની માંગણી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.