દાહોદ જીલ્લામાં બાગાયત ખાતાની સ્વરોજગાર યોજનાનો લાભ લેવા ખેડૂતો જોગ

દાહોદ, રાજ્ય સરકાર દ્વારા દાહોદ જીલ્લામાં બાગાયત ખાતાની સ્વરોજગાર લક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ ચાલુ નાણાકિય વર્ષ-2023-24 માટે આઇ ખેડૂત પોર્ટલ (website:www.ikhedut.gujarat.gov.in) પર ઓનલાઇન અરજી કરવા માટે તા.20/06/2023 થી તા.19/07/2023 સુધી આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે.

આ યોજના અંતર્ગત નાના પાયે બસો થી પાંચસો ચોરસ મીટર વિસ્તારમાં નર્સરી બનાવી શકાશે. ઓન લાઇન અરજી સાથે બેંક પાસબુકની ઝેરોક્ષ, રદ કરેલ ચેક, આધારકાર્ડ, 7/12. 8-અ નો નવીન ઉતારો, સક્ષમ અધિકારીનો જાતિનો દાખલો (અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ) ની નકલ સામેલ રાખી નાયબ બાગાયત નિયામકની કચેરી, જીલ્લા સેવા સદન, રૂમ નં.233 થી 235, બીજો માળ, દાહોદ ફોન નં. 02673-239251 ખાતે રૂબરૂ અથવા ટપાલ દ્વારા દિન-7 માં મોકલી આપવા નાયબ બાગાયત નિયામકની કચેરી, દાહોદની યાદીમાં જણાવ્યું છે.